ગોધરાના સાંપાના વતની અને અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અને મોતને ભેટેલા જસવંતસિંહના પરીવારને આર્થિક સહાય ચેક અર્પણ કરતા ધારાસભ્ય સી.કે.રાઉલજી.!!
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને કેટલાક લોકો જોવા ઉભા હતા. ત્યારે ૧૬૦ની ફુલ સ્પીડમાં આવતી જેગુઆર કારના ચાલક તથ્ય પટેલે અડફેટે લેતાં ૦૯ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. જેમાં મધરાત્રે એસ.જી.હાઈવે મરણની ચિચ્યારીઓ ગુંજી ઉઠી હતી.જેમાં મૂળ ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં ટ્રાફીકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જસવંતસિંહ ચૌહાણનું પણ અકાળે મોત નીપજ્યું હતું. ત્યારે પોતાના પરીવારના સભ્યોને નોધારા મૂકીને ચાલ્યા ગયેલા જસવંતસિંહ ચૌહાણનાં પરીવારના સભ્યોને સાંત્વના આપવા માટે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી ગોધરા તાલુકાના સાંપા ગામે પહોચ્યાં હતાં. જ્યાં ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલ પોલીસ જવાનને આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે ગોધરા ધારાસભ્ય સી. કે.રાઉલજી દ્વારા મૃતકના પરીવારને આર્થિક સહાય પેટે રૂ.૨૫૦૦૦/- નો ચેક આપ્યો હતો અને સાથે અન્ય મદદની જરૂરીયાત હોય તેનું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ મૃતક પોલીસ જવાન જસવંતસિંહ ચૌહાણને ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમજ સરદારસિંહ સહિત સરપંચોએ શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
@mohsin dal, godhra