મોડાસાના ગારૂડી ગામે મોડાસા નગરપાલિકાની ડંપિંગ સાઈડ માટે જગ્યાનો સર્વે કરાતા આજે મોટી સંખ્યામાં 6 ગામના હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
મોડાસા નગરપાલિકા વિસ્તારની ડંપિંગ સાઈડની જગ્યા પસંદગીનો મુદ્દો હંમેશા વિવાદમાં રહેલો છે. મોડાસા શહેરની જે લાખોની વસ્તી છે તે મુજબ સૂકો ભીનો વેસ્ટ કચરો પણ મોટી માત્રામાં એકઠો થાય છે ત્યારે આ વેસ્ટ કચરાનો નિકાલ માટે પણ અનુકૂળ જગ્યા જોઈએ. જેથી પાલિકા તંત્ર દ્વારા અગાઉ પાલનપુર અને મહાદેવગ્રામ ગામે નક્કી કરેલ જગ્યા પર ભારે વિરોધ થવાના કારણે ડંપિંગ ની જગ્યા રદ કરવી પડી હતી. ત્યારબાદ તંત્રની નજર મોડાસાથી 5 કિ.મી દૂર આવેલા ગારૂડી ગામ પર હતી.
આ ગામમાં આવેલ ખરાબાની જમીનમાં નગરપાલિકાની ડંપિંગ સાઈડ બનાવવા માટે તંત્ર દ્વારા 15 દિવસ અગાઉ સર્વે માટે ટીમ ગઈ હતી. જેથી ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા અને જિલ્લા કલેક્ટરને આ બાબતે લેખિત આવેદનપત્ર પણ આપ્યું હતું. જે બાદ આજે ગારૂડી ગામ અને આસપાસના 6 ગામના હજારો લોકો ગામમાં આવેલ ખરાબાની જગ્યાએ એકત્રિત થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને ડંપિંગ સાઈડ ના બને તેના માટે વિરોધ કર્યો હતો.
કાચા પોચા મન વાળા લોકો ભૂલથી પણ ના કરતા આ વેબ સિરિઝ જોવાનો પ્રયાસ
જો આ સ્થળે મોડાસા પાલિકા દ્વારા ડંપિંગ બનાવવામાં આવશે. તો ગ્રામજનો ગાંધી ચીંધ્ય માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
@rutul prajapati, aravalli