મોરબીમાં વેપારીની નજર ચુકવીને ૩.૩૦ લાખની ચોરી કરનાર યુવતી ઝડપાઈ ગઈ!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં હળવદ રોડ ઉપરના શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા દુકાનદાર પોતાની દુકાનની બહાર ટાયર-ટ્યુબ ગોઠવી રહ્યા હતા.તે દરમિયાનમાં વેપારીની નજર ચુકવીને અજાણી યુવતી રોકડા ૩.૩૦ લાખ ચોરી ગઈ હતી જે અંગે મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરી નાં કલાકોમાં જ આરોપી યુવતીને રોકડ રૂપિયા સાથે પકડી લેવામાં આવી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીના શનાળા રોડ સમયના ગેઇટની પાસે આવેલા રૂદ્રાભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રસ્તે પ્રકૃતિ સોસાયટીના ગેઇટની સામે પટેલ ટાયર હબ નામે દુકાન ચલાવી ધંધો કરતા જેનીલભાઈ અશ્વિનભાઈ આદ્રોજા દ્વારા મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ દુકાને હતા અને દુકાન ખુલી હતી. ત્યારે તેઓ દુકાનની બહાર ટાયર ગોઠવી રહ્યા હતા.તે સમય તેની નજર ચૂકવીને અજાણી યુવતી દુકાનમાંથી રોકડા રૂપિયા ૩.૩૦ લાખ ચોરી કરીને છુમંતર થઇ ગઈ હતી જે ફરિયાદ આધારે મોરબી શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પોલીસે આરોપી યુવતી સપનાબેન બચુભાઈ ચાડમિયા (૨૨) રહે, હાલ હરિઓમ પાર્કની સામે હેલી પેડ પાસે ખુલ્લા પટ્ટમાં અને મુળ કામનાથ પરા કાલાવડ વાળી ધરપકડ કરી છે. અને તેની પાસેથી રોકડા ૩.૩૦ લાખ કબજે કરવામાં આવ્યા છે.