@શ્રીકાંત પટેલ, મોરબી
મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં નવી પાણી પુરવઠા યોજના તાત્કાલિક ચાલુ કરવા માટે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકી જીગ્નેશભાઈ કૈલાએ રાજ્યના જળ સંપતિ અને પાણી પુરવઠા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખીને જણાવ્યું છે કે મહેન્દ્રનગર ગામ તેમજ આજુ-બાજુના ગામોમાં પાણીની મોટી સમસ્યા છે. જેનું નિવારણ સરકારની નવી પાણી પુરવઠા યોજના દ્વારા લાવી શકાય છે. છતાં આજદિન સુધી આ યોજના શરૂ ન થવાને અંદાજે ૧૦૦૦૦૦થી પણ વધુ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભર ઉનાળે તમામ નાગરિકોને પાણીની સમસ્યા સહન કરી રહયા છે. જેથી આ બાબતે નવી પાણી પુરવઠા યોજના તાત્કાલીક અને યુદ્ધના ધોરણે શરૂ કરી મહેન્દ્રનગર તેમજ આજુ-બાજુના ગામોને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો પૂરો પાડવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકી જીગ્નેશભાઈ કૈલાએ રજૂઆત કરી છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે નવી પાણી પુરવઠાની યોજના ચાલુ કરવા માંગ!
Related Posts
Add A Comment