રાજયકક્ષા અને રાષ્ટ્રકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું
મેજર ધ્યાનચંદજીની જન્મ જંયતી નિમિત્તે આજે સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી ખાતે નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, લીંબડી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાજયકક્ષા અને રાષ્ટ્રકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.સી.સંપટ, અગ્રણી પ્રકાશભાઈ સોની, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, લીંબડી પ્રાંત અધિકારી યોગરાજસિંહ જાડેજા, લીંબડી કોલેજના પુર્વ પી.ટી.આઇ મહેન્દ્રસિંહ ઝાલા, ડ્રિસ્ટીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ લીંબડીના પ્રિન્સીપાલ પ્રવિણસિંહ ઝાલા, જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ.આર.ચૌહાણ તેમજ વિવિધ રમતના કોચશ્રી, ટ્રેનરશ્રી અને વ્યાયામ શિક્ષક અને ખુબજ મોટી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહ્યા હતા.
@sachin pithva, surendranagar
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8