- જો અહીં ખનીજ માટે ખોદવામાં આવશે તો 3 હજારથી વધુ ગ્રામજનોને હીજરત કરવાની નોબત આવશે
- સમસ્ત જામવાડી ગામે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ભેગા મળીને થાનગઢ મામલતદાર આવેદનપત્ર પાઠવ્યુ
- સેન્ટ સ્ટોન ખનીજના બ્લોકની આગળની ટેન્ડરની હરરાજી પ્રક્રિયા બંધ રાખવા માંગ કરાઇ હતી.
@Sachin Pithva
થાનગઢના જામ વાડી ગામના સીમસર્વે નંબરોમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સેન્ડ સ્ટોન ખનીજ બ્લોક પાડવામાં આવ્યા છે.જેના વિરોધમાં ગ્રામજનોએ મામલતદાર કચેરી ધસી જઇ આવેદન પાઠવ્યુ હતુ.અને બ્લોક પાડી ખનન ન થવા દેવા માંગ કરી હતી.જો તેમ કરાય તો ગ્રામજનો હીજરત કરી જવુ પડશે તેમ જણાવ્યુ હતુ.
થાનગઢ વિસ્તારમાં અનેક પ્રકારના ખનીજો ધરબાયેલા છે.ત્યારે થાનના જામવાળી ગામે સીમ સર્વેમાં ખાણખનીજ વિભાગે બ્લોક પાડવાનું કામ ચાલુ કરતા ગ્રામજનો રોષે ભરાયા હતા મામલતદાર કચેરી ધસી જઇ લેખીત આવેદન પાઠવ્યુ હતુ.જેમાં જણાવ્યુ હતુ કે જામવાડીમાં 300થી વધુ પરીવારોમાં 3 હજારથી વધુ લોકો રહે છે જે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓ છીએ અહીં હજારો પશુઓ છે.જામવાળી ગામ ખાખરાળીના સીમાડાની બોર્ડર પર આવેલુ છે.પુર્વમાં સીરામીક કારખાના અને ઉતરમાં થાનનો સીમાડો તેમજ થાન શહેર આવેલુ છે.પશ્મિમમાં ગામને અડી જુની લીઝો મહાનદી ડેમનું માંડવવનું વિશાળ જંગલ આવેલુ છે.જામવાડી ગામના પશુના ચરીયાણ તેમજ નિભાવ માટે માત્ર દક્ષિણ દિશાનો એક માત્ર સીમાડો છે.આજુબાજુના ગામડના પશુઓ તેમજ જામવાડી ગામની સીમમાં આવેલી અવાલીયા ઠાકરની ગૌશાળાની તમામ ગાયો પણ ચરીયણ માટે આવે છે.તેમાં ખાણખનીજ વિભાગ અને સરકાર દ્વરા સેન્ડસ્ટોન બ્લોક પાડવામાં આવે તો તેના પથ્થર બેલા અને સ્ટોન ક્રસરથી આખા સીમ વિસ્તારમાં ઉંડા ખાડા તેમજ ધુળ રજ ઉડવાના કારણે આસપાસના ખેડૂતોને પણ ખેતરો છોડી હિજરત કરવાનો આવે તેમ છે.આથી ગ્રામજનોની અને માલઢોરના ભવિષ્યને ધ્યાને લઇ સેન્ટ સ્ટોન ખનીજના બ્લોકની આગળની ટેન્ડરની હરરાજી પ્રક્રિયા બંધ રાખવા માંગ કરાઇ હતી.
-1975માં સરકારે ખેડવા માટે સરકારે આપી હતી જમીન
નાનુભાઈ કેહાભાઈ અલગોતરે જણાવ્યું હતું કે જ્યાં બ્લોક પાડવામાં આવ્યા છે.અમારા પરિવાર લોકોને અગાઉ ખેતી કરવા માટે 1975 માં અમારા પરિવારને આપેલી છે કોઈ કારણોસર સગવડો નહીં હોવાના કારણે સરકારની વિઘોટી ન ભરી શકતા સરકાર દ્વારા ખાસા કરવામાં આવેલ અને છેલ્લા દસ વર્ષથી વધારે સમયથી અમારી અપીલ ચાલી રહી છે. સરકારને અમે ખેતી કરવા માટે જમીન પરત માગેલ છે જે પણ પૈસા કે અમે ભરવા તૈયાર પણ છીએ તો શું કરવા અમને લોકોને ખેતી કરવા માટે આ જમીન આપતા નથી સરકારના અમુક અધિકારી દ્વારા ભુમાફિયાને હરાજી કરીને દઈ દેવા માંગે છે આ 5 હજાર પશુ માટે દયા આવતી નથી.
-5 હજારથી વધુ ઢોરા ચરાવવા માટે એક માત્ર જગ્યા
જામવાળી ગામના ઉપસરપંચ પૂર્વ જલાભાઈ જેસીંગભાઇ જણાવ્યું હતું કે ગામનો મુખ્ય ધંધો પશુપાલકનો છે. અમારા ગામની આ એક માત્ર જગ્યા પાંચ હજાર પશુ ચરાવવા છે. એક બાજુમાં થાનગઢ શહેર સીરામીકનું નગર વસેલું છે બીજી બાજુ ખાખરાળી ગામનો સીમાડો આવેલો છે. એક બાજુ ડેમ આવેલો છે.એક બાજુમાં મોટો વીડ આવેલુ છે.જો પશુ વિડમાં જતા રહેતો ફોરેસ્ટ વાળા કેસ કરે છે. તો અમારે જાઉં તો ક્યાં જાવ અમારી પાસે હિજરત કર્યા સિવાય બીજો વિકલ્પ જ નથી રહેતો.
-55થી 60 વર્ષથી રહી છીએ પણ જો લીઝ અપાશે તો હિજરત કરવી પડશે
જામવાડી ગામના પૂર્વ સરપંચ નાગજીભાઇ જણાવ્યું હતું કે વડિલોએ આશરે 55 થી 60 વર્ષ પહેલા જામવાડી ગામ ખાતે વસવાટ કરાયો હતો. અમે લોકો જ્યારે પણ ચરાવવાનો માટે ઘાસનો ટુટો આવતો તમે મહારાષ્ટ્ર બાજુ જતા રહેતા છ મહિના આ બાજુ રહેતા છ મહિના ઓલી બાજુ રહેતા. અમારા અલગોતર પરિવારના માલધારી સમાજના પાંચ પરિવારે 50 વર્ષ પહેલા જામવાળી ગામ ખાતે રહેવા માટે નક્કી કર્યું અને અહીં રહીને પોતાનું ગુજરાત ચલાવવાનું નક્કી કર્યું આજે પાંચ પરિવારમાંથી અમે 250થી વધુ પરિવાર અત્યારે જામવાળી ગામ ખાતે પછી રહ્યા છે. અમારો મુખ્ય આવક પશુપાલનથી છે જો આ બ્લોગ રદ કરાય તો ધંધો પડી ભાંગશે.
-જરૂર પડ્યે જમીન માટે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવાશે
જામવાળી ગામના લોકોએ પોતાના બાપદાદા વખતની જમીનમં ખનીજ બ્લોક માટે ન આપવા આવેદનમાં જણાવ્યુ કે જો લીઝ રદ કરવામાં નહીં આવે તો તમામ પરિવાર સહિત માલ ઢોર લઈને અમે મામલતદાર ઓફિસે બેસી જશો ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.
થાનગઢ જામવાળી ગામના લોકોએ ધંધો રોજગાર બંધ રાખી એકત્ર થઇ ખનીજ બ્લોક ન ફાળવવા મામલતદારને રજૂઆત કરી હતી.