@મિત્તલ શાહ, હાલોલ
હાલોલ નગર પાલિકા હદ વિસ્તાર માં આવેલ 456 સર્વે નબર ને અડીને આવેલ ખાડી કોતર સરકારી જમીન પચાવી પાડવાનો કારસો રચનાર 9 ઈસમો સામે હાલોલ નગર પાલિકા ના ચીફ ઓફિસરે પોલીસ મથકે ફરીયાદ ફરીયાદ નોંધાવી છે
ભેજાબાજોએ બોગસ સોફટવેર નાં આધારે હાલોલ નગર પાલિકા નાં નામનું બોગસ આકારણી પ્રોપર્ટી નંબર બનાવી વીજ કનેક્શન મેળવ્યાની હકિકત સામે આવી છે નગર પાલિકા નામનો ડુપ્લીકેટ સિક્કો અને અધિકારી ની નહિ પચાવી પાડેલ સરકારી જમીન ઉપર વિશાળ સેડ નુ પણ બાંધકામ કરી દેવામા આવ્યુ છે
સમગ્ર મામલે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા નવ માથી પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે અન્ય ચાર લોકોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે સાથે હાલોલ નગર પાલિકા નામનું ફેક સોફ્ટવેર બનાવવા કોણ સામેલ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે .