@: પી.ડી ડાભી તળાજા ભાવનગર
શિહોરના જાંબાળા ગામે રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે લોકડાયરો યોજાયો.
આ તકે મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરામાં કલાકાર શ્રી માયાભાઈ આહીર ઉમેશભાઈ બારોટ, બ્રીજરાજ ગઢવી, ઉર્વશીબેન રાદડીયા વગેરે કલાકારોએ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી. આ સાથોસાથ આતેશબાજી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
મંત્રી એ આ તકે જણાવ્યું હતું કે પોતાને મળેલી જવાબદારી સાથે લોકઉપયોગી કર્યો અવિરત ચાલુ રહેશે, અંતે મંત્રી એ “ઝૂંપડીએ કોક તો જાજો ” ભજનની બે પંક્તિનું ગાયન કર્યું હતું.
મંત્રી તેઓના વક્તવ્ય દરમ્યાન ભાવુક થયા હતા.
આ તકે સંતો મહંતો એ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ લોકડાયરામાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ રાણા, આર.સી.મકવાણા તેમજ રાજકીય સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.