@rutul prajapati, arvalli
રાજ્યમાં વાહનોનો સંખ્યા અને accidentની સંખ્યા સતત વધી રહી છે. આજે મોડાસામાં વધુ એક accidentનો બનાવ બન્યો હતો. જેમાં મોડાસાના ડુઘરવાડા નજીક પેસેન્જર રિક્ષા અકસ્માતનો શિકાર બની હતી. પેસેન્જર ભરેલી રીક્ષા ઝાડ સાથે અથડાઈ હતી. આ રિક્ષામાં ત્રણ લોકો સવાર હતા.
accidentની ઘટના બની ત્યારે જિલ્લા કલેકટરની ગાડી ત્યાંથી પસાર થઇ રહી હતી. જિલ્લા કલેકટરે તાત્કાલિક પોતાની ગાડી ઉભી રારખાવી પોતાના કાફલાને થંભાવી અકસ્માતનો શિકાર બનેલા લોકોની મદદે દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોને પોતાની ગાડીમાં તાત્કાલિક હોસ્પિટલ ભેગા કાર્ય હતા. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકની સરાહનીય કામગીરીનાં દર્શન થયા હતા.