@પાર્થો પંડ્યા, પાટણ
જિલ્લાની ચાણસ્મા હારીજ અને રાધનપુર નગરપાલિકાની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા છેલ્લા પાંચ મહિનાથી આ ત્રણેય નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે નગર સેવકોએ પાંચ વર્ષ સુધી માત્ર સત્તા ભોગવી હતી અને પ્રજાના કોઈપણ વિકાસના કામોને નિર્ણયો આવ્યો ન હતો પ્રજા પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાત વચ્ચે લાચાર બનીને પાંચ વર્ષ સુધી નેતાઓના ઠાલા વચનો સાંભળ્યા ત્યારે પાલિકાની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા વહીવટદાર નું રાજ શાસન આવતા નગરજનોને ક્યાંક સારાએ વહીવટની આશા જાગી હતી અને વહીવટદાર કોઈપણ રાખ્યા વગર પ્રજાના પ્રાથમિક પ્રશ્નોના આંશિક ઉકેલ આપશે પણ પ્રજાને વહીવટદારોનો અનુભવ પાલિકાના સદસ્યો જેવો જ રહ્યો છે હાલ હારીજ નગરપાલિકાની વાત કરીએ તો વહીવટદારની જે જવાબદારી હોય તે જવાબદારી નિભાવમાં નિષ્ફળ ગયા છે તેવી ચર્ચા ચાલી છે ચોમાસામાં રોડ રસ્તા કે બાંધકામના કામો સ્થગિત કરાતા હોય છે પરંતુ હારીજમાં ઊલટું જોવા મળ્યું હતું હારીજ નગરપાલિકાની વાત કરીએ તો હાલ પાલિકા માં વહીવટદાર નું શાસન છે અને સહેર ની જે જવાબદારી હોય તે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા હોય તેવી ચર્ચા ચાલી છે ચોમાસામાં રોડ રસ્તા કે બાંધકામના કામો સ્થગિત કરાતા હોય છે પરંતુ હારીજમાં ઊલટું જોવા મળ્યું નાના ગણપતિ રોડ ઉપર ભૂગર્ભ ગટર ની તેમજ રોડ રસ્તાની અધૂરું કામ હતું અને કામકાજ બંધ હતું ત્યારે એકાએક છેલ્લા ત્રણ ચાર દિવસથી અહીં કામગીરી શરૂ કરાતા લોકોને અવરજવર તેમજ વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડે છે કારણ કે એક બાજુ વરસાદી ઝાપટા પડવાથી ખાડા માં પાણી ભરાય છે અને જે રોડ ઉપર ભુવા પડતા હોવાને કારણે તકલીફો થઈ રહી છે,
બીજી બાજુ ટેકરા વાળા વિસ્તારમાં પણ આવી સ્થિતિ ઊભી થઈ છે અને અહીં ભૂગર્ભ ગટરના તેમજ વરસાદી પાણી ભરાતા વિસ્તારમાં ગંદકી અને કાદવ કિચડ થયો છે ત્યારે આ વિસ્તારના રહીશોએ પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્ન નો નિકાલ નહી થતા છેવટે કંટાળેલા સ્થાનિકોએ જાતે જ સાફ-સફાઈની કામગીરી શરૂ કરી છે આમ પ્રાથમિક સુવિધાઓ શુંશાસનની રાહ નાગરિકો વહીવટદાર પાસેથી જોઈ રહ્યા છે
બીજી બાજુ ચાણસ્મા શહેર માં પણ નગરપાલિકાનો વહીવટ કથળ્યો ચેવહી પણ વહીવટદાર હોવા છતાં પ્રજા ના પ્રશ્નો નુ કોઈજ ઉકેલ આવતો નથી ચાણસ્મા નગરપાલિકા માં વહીવટદાર મુકાયા પછી ચાણસ્મા શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારીના પાપે અને અણધડ વહીવટના કારણે ચાણસ્મા શહેર ખાડા નગરી ની છાપ ઊભી થઈ રહી છે વિવિધ વિસ્તારો માર્ગો જોઈને દુઃખદ ની લાગણી વ્યક્ત કરી રહ્યા છે જ્યારે બીજી તરફ ચાણસ્મા શહેરના હાઇવે થી અંદર પ્રવેશ માર્ગો સહિત વિવિધ માર્ગો ઉપર ખાડા ના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ પારાવાર હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે.મળતી માહિતી અનુસાર ચાણસ્મા શહેરના બસસ્ટેશન થી પાંજરા પોળથી બજારમાં પ્રવેશ રસ્તાઓ ની હાલત ખુબ ખરાબ થઈ જવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓને પારાવાર હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં ચાણસ્મા નગરપાલિકા વિવિધ પ્રકારના વેરા વસુલાત કરવામાં અગ્રેસર બની રહી છે પરંતુ ચાણસ્મા નગરજનોની પ્રાથમિક સમસ્યા નું નિરાકરણ લાવવામાં સદંતર નિષ્ફળ નીકળી હોય તેવી તેવું વાહન ચાલકોમાં ચર્ચા તો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ચાણસ્મા નગરપાલિકા દ્વારા ચાણસ્મા શહેરના વિવિધ માર્ગો ઉપર ખાડા પુરવાની સત્વરે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ ચાણસ્મા નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.
તો રાધનપુર નગરપાલિકા નો વહીવટ પણ વખાણવા ને લાયક નથી અહી પાણી ની સામશ્યા સાથે સાફ સફાઈ ના નામે મીંડું જોવા મળે છે હાલ કોંગ્રેસ ના મહિલા પ્રમુખ અને કાર્યકરો એ રાધનપુર પાલિકા ના પ્રાથમિક પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે પાલિકા ના સફાઈ કર્મચરીઓ એ વિરોધ નોંધાવ્યો હતો આમ પાટણ ની ચાણસ્મા,હારીજ, અને રાધનપુર પાલિકા નો વહીવટદાર હોવા છતાં વહીવટ કથળ્યો છે