gujarat માં ચોમાસુ ઉનાળા માં બેઠું હોય તેમ હાલ માહોલ અષાઢી રહ્યો હતો હવામાન વિભાગ દ્વારા 3 દિવસ રાજ્ય ના વિવિધ ભાગો માં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી અનુસાર આજે પાટણ જિલ્લા માં બપોર બાદ વાતાવરણ માં. બદલાવ આવ્યો હતો અને વીજળી ના કડાકા વાદળો ની ગડગડાટી વચ્ચે મેઘરાજા નું આગમન થયું હતું અને એકધારો વરસાદ શરૂ થયો હતો વરસાદ ના કારણે સાંજ પછી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું રવિવાર ની સાંજ આમતો શહેરીજનો માટે ફરવા માટે નું આયોજન કરેલ પન વરસાદે પાણી ફેરવી દીધું હતું પાટણ માં મોનસુન ની કામગીરી પર પાણી ફરી વળ્યુ હતું પરંપરાગત વિસ્તારો માં પાણી ભરાવા તેમજ મીની વાવાઝોડા (storm) ના કારણે કેટલીક જગ્યા એ હોર્ડિંગ્સ (hoarding) , પતરા, છાપરા ઉડ્યા હતા તો ચાણસ્મા ના ઝીલિય વાસણા ગામે વીજ પોલ રાહદારી પર પડતાં 55 વર્ષીય રાહદારી ને કરંટ લાગતા મોત થયું હતું તો મનડલોપ ગામે વીજળી પડવા નો બનાવ બન્યો છે આ ઉપરાંત સિદ્ધપુર માં એક મકાન ધરાશાઈ થયું તો રામપુરા વાદાની ગામે પન મકાનો ના છાપરા ઉડ્યા હતા તો ઠેર ઠેર વૃક્ષો પડી જવાના સંખ્યાબંધ બનાવો નોંધાયા છે વહેલી સવાર થી રોડ રસ્તા પર પડી ગયેલા વૃક્ષો હટાવવા ની કામગીરી હાથ ધરાઈ છે પાટણ જીલા માં ચાણસ્મા માં 2 ઇંચ અને પાટણ માં 1 ઇંચ વરસાદ નોંધાયો છે ખેડૂતો માટે પન મુસીબત ઊભી થઈ છે બાજરી ના પાક ને નુકશાન થયું છે
@partho pandya, patan