@Partho Alkesh Pandya
યુવાનની હત્યા કરાઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ.
ચાણસ્મા તાલુકાના કંબોઈ નજીક આવેલી રામગઢ કેનાલ જાણે એપી સેન્ટર બની હોય તેમ લાશો મળી આવતી હોય છે. ત્યારે વધુ એક લાશ ગતરોજ ૫:૦૦ વાગ્યાના સુમારે એક બાવીસ વર્ષીય યુવાનની મળી આવી હતી. જે લાશને ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી લાશનું પી.એમ. કરી વાલીવારસો ને સોંપવામાં આવી હતી. ત્યારે વધુ તપાસ ચાણસ્મા પોલીસે હાથ ધરી હતી.
વાલીવારસો દ્વારા મળતી માહિતી મુજબ હારીજ તાલુકાના અરીઠા ગામે રહેતા કિરણકુમાર રાજુભાઈ જોષી ઉં.વ.૨૪ ને રહે. અરીઠા વાળો તાલુકો હારીજ જિલ્લો પાટણ ગતરોજ આઠમના દિવસે ગામના જ ઠાકોર સમાજના યુવાનો સાથે બોલાચાલી થતાં તે દિવસથી કિરણ જોષી ગુમ થઈ જવા પામ્યો હતો. જેની પરિવારજનો દ્વારા હારીજ પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાઈ હતી. ત્યારે ગતરોજ ૫:૦૦ વાગ્યાના સુમારે ચાણસ્મા તાલુકાના કંબોઈ નજીક આવેલ રામગઢ કેનાલ પાસેથી યુવાનની લાશ મળી આવતાં જેની જાણ વાલી વારસો ને કરી હતી. તેમજ યુવાનની લાશ ચાણસ્મા ખાતે આવેલ સામુંહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પી.એમ. કરાવી વધુ તપાસ ચાણસ્મા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર યુવકને ગતરોજ આઠમના દિવસે ગામના ઠાકોર સમાજના યુવાનો સાથે બોલાચાલી થઈ હતી. તે દિવસથી યુવાન ગુમ હતો ત્યારે પરિવારજનો દ્વારા યુવાનની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.