પાર્થો પંડ્યા, પાટણ
પાટણ જિલ્લાના જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે રાધનપુર મુકામે યોજવા જઈ રહ્યો છે. જેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 15 મી ઓગષ્ટના દિવસે વિધાનસભાના .અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં હસ્તે ધ્વજવંદન થવાનું છે ત્યારે આજરોજ કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 15 મી ઓગષ્ટનાં ધ્વજવંદન સમારોહ પહેલા આજે રાધનપુર મુકામે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજરીમાં ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
15 મી ઓગષ્ટનાં રોજ રાષ્ટ્રનાં મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, હર્ષ ધ્વની, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેનું આજે પાટણ જિલ્લાના કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આજે યોજાયેલા રિહર્સલમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટરપ્રદીપસિંહ રાઠોડ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા વહીવટીતંત્ર પાટણવાસીઓને સ્વતંત્ર દિવસની ઉજવણીમાં સહભાગી બનવા માટે આમંત્રણ પાઠવે છે.
……………………………