- એસ સી બેઠક માટે 4 ઉમેદવારો માંથી પસંદગી 2 પુરુષ 2 સ્ત્રી સદસ્યો
- બિપીનભાઈ પરમાર, રાજેન્દ્ર હિરવાનિયા,જ્યોતિબેન પરમાર અને પીનાલબેન સોલંકી વચ્ચે હરિફાઈ
પાટણ પાર્થો અલ્કેશ પંડ્યા
સ્થાનિક સ્વરાજ્યની બીજી ટર્મ માટેની પ્રમુખ અને ઉપ પ્રમુખની અઢી વર્ષ ની મુદત ની આજ રોજ નગરપાલિકા, મહાનગર પાલિકા, અને કોર્પોરેશન માં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પાટણ, અને સિદ્ધપુર નગર પાલિકાની પણ આજરોજ બને પદ માટેની ચૂંટણી યોજાવાની છે પાટણ નગર પાલિકાની વાત કરીએ તો હાલ 39 બેઠકો સાથે સત્તા ભાજપ પાસે છે જ્યારે સિદ્ધપુરમાં પણ 27 બેઠકો સાથે ભાજપ સત્તા માં છે ત્યારે બીજી ટર્મ માટે પાટણ પાલિકામાં અનુસૂચિત જાતિ ની સીટ અને પુરુષ ની હોઈ અહી ભાજપમાં ચાર સદસ્યો મેદાન માં છે જેમાં 2 પુરુષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે પુરુષ ની બેઠકમાં વોર્ડ નંબર 4 માં બીપીન પરમાર અને વોર્ડ 7 ના રાજેશ હિરવાનીયા વચ્ચે હરીફાઈ છે જો મહિલા ની પસંદગી ની વાત આવે તો વોર્ડ.10 માં કોંગ્રેસ માંથી આવેલ પીનલ બેન અને વોર્ડ 11 માં જ્યોતિબેન પરમાર છે
પક્ષ દ્વારા તાજેતર માં ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે આજે પાલિકા નો તાજ કોના શિરે મુકાય છે તે 11 વાગે જાહેર થઈ જશે
સિદ્ધપુર માં પણ પુરુષ બેઠક ની ચૂંટણી યોજાશે
આમ આજે પાટણ સિદ્ધપુર ને અઢી વર્ષ માટે કોણ પ્રમુખ અને ઉપ પ્રમુખ નું ભાગ્ય ખૂલે છે તે જોવુ રહ્યું પાટણ પાલિકાના ઉપ પ્રમુખ નું પદ સવર્ણ ના ફાળે આવે તેમ છે
2020 માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાટણ જિલ્લામાં ભગવો લહેરાયો હતો અને પાટણ પાલિકા માં 39 બેઠકો સાથે ભાજપ સત્તા માં આવ્યો અને સ્મિતાબેન પટેલ મહિલા પ્રમુખ તેમજ ધર્મેશ પ્રજાપતિ ઉપ પ્રમુખ પ્રથમ અઢી વર્ષ માટે કામગીરી કરી પરંતુ આ બને ની કામગીરી થી સદસ્યો તેમજ નગરજનોમાં અસંતોષ હતો અને પાટણ ના પ્રાથમિક પ્રશ્નો, તેમજ નોંધપાત્ર કામગીરી ની કોઈજ નોંધ લેવાઈ નહતી પાલિકા ની નબળી કામગીરી ના કારણે પાટણ ની વિધાન સભા બેઠક ભાજપ એ ગુમાવી અને માછલાં પાલિકા ઉપર ધો અઢીવાયા હતા