- “મારી માટી મારો દેશ” અંર્તગત બોડેલી ખાતે રેલીમા પોલીસ S.P.C કેડેટ, શાળા ના બાળકો, તેમજ GRD જવાનો જોડાયા
છોટાઉદેપુર જીલ્લાના બોડેલીમા નગરમા તિરંગા યાત્રા યોજવામાં આવી પોલીસ કર્મી સાથે રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા વડાપ્રધાને મેરી માટી મેરા દેશ અભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવી દેશના સપુતોને અંજલી આપવા માટેનું બીડું જડપ્યું છે. લોકો આઝાદીનું મહત્વ સમજે અને દરેક ગામમાં ભારતીય સુરક્ષા દળોના જવાનોને યાદ કરવા દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના એક વર્ષીય કાર્યક્રમ જયારે સમાપન દૌર ચાલી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જીલ્લામા પણ 15 ઓગસ્ટને લઈને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો સહીત ગ્રામજનો ભારે ઉત્સાહપૂર્વક મેરી માટી મેરા દેશ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, “હર ઘર માં તિરંગા”, જેવા વિવિધ દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
અહી હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ, ત્રિરંગા સાથે નાગરિકોનો વ્યક્તિગત સંબંધ સ્થાપિત કરવાનો,દેશ સાથે સંબંધિત દરેક વસ્તુ સાથે ખૂબ જ દેશભક્તિ અને ભાવનાત્મક રીતે જોડાવવું એ આપણું સ્વાભિમાન અને અભિમાન જાળવવાનો એક અનેરો મોકો છે તેજ પ્રમાણે આજે બોડેલી નગરમા શાળા ના વિદ્યાર્થી ઓ પોલીસ કર્મીઓ અધિકારીઓ સાથે મળી D.J સાથે દેશ ભકિત ના ગીતો વગાડતા નગરજનોના હૃદયમાં દેશભક્તિની લાગણી જોવા મળી હતી ઉત્સાહપૂર્વક ત્રિરંગા રેલી કાઢવામા આવી હતી
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8