@સોહીલ ઘડા, સંજેલી
પોલીસને બાતમીના આધારે સંજેલી પોલીસે ઈટાડી ગામમા ખુલ્લી જગ્યામા જગજાહેર પાનાના પત્તાના રમતા જુગારીઓ જુગાર રમે તેવી બાતમી મળતા જ તે અનુસંધાને પોલીસે બાતમી સ્થળે જઈ ઓચિંતો છાપો મારતા જુગારીઓમાં ભાગમભાગ જોવા મળી હતી.
પોલીસે જુગારીઓને નીચે પૈકીના ઈસમોને સ્થળ પરથી દબોચી પાડયા હતા,
જે પૈકી, સલીમભાઇ રશીદભાઇ શેખ,રશીદભાઇ ઉર્ફે ઢેબરો, જરીફભાઇ પઢાણ,રાજુભાઈ મોતીભાઇ રાઠોડ,અલ્લારખા મજીતભાઇ શેખ
,આરીફભાઇ ઉર્ફે ઘેટી રજ્જાક તુરા, તથા રજજાક ગનીભાઇ બાંડીનાઓની, અટકાયત કરી ઝડપી પાડી તેમજ ઝડપાયેલા જુગારીઓ પાસેથી 10,800 રુ, રોકડ તેમજ 2500 ના ત્રણ મોબાઇલ મળી કુલ 13,300નો મુદ્દામાલ ઝપત કરી ગુનો નોંધવામા આવ્યો હતો.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8