@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
માળીયા તાલુકામાં નર્મદા કેનાલ હાલ બંધ પડી હોય તેવા તત્વો એ પાણી ચાલુ કરવા ની માંગ સાથે ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી છે માળિયા તાલુકા માં વરસાદ આધારિત ખેતી હતી પરંતુ નર્મદાની કેનાલ આવતા ખેડૂતોની ખેતીમાં વધી છે પરંતુ છાસવારે નર્મદા કેનાલ બંધ કરાવી દેતા ખેડૂતો ઘણીવાર મુશ્કેલીમાં મુકાય છે અને ફરીવાર હાલમાં નર્મદાની કેનાલ બંધ છે તેમાં તાત્કાલિક પાણી છોડાવવા માટે
માળીયા મીયાણા તાલુકાના વેજલપર, ધાટીલા,ખાખરેચી, ખીરાઈ ગામ ના આગેવાનો અને ખેડુત હિત રક્ષક સમિતિ ના મેમ્બર અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને કિશાન મોરચા ના પરમુખ નિલેશ ભાઈ વેજલપર નાં ખેડૂત પ્રાણજીવન કૈલા સહિત ગાંધીનગર જઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને રૂબરૂ મળીને કેનાલમાં પાણી ઝડપ થી ચાલુ કરવા માટે ની રજુઆત કરેલ છે. ખેડૂતો ને ઝડપ થીં કેનાલમાં પાણી ચાલુ કરી આપવા નું આશ્વાસન આપ્યું છે.