દાહોદ જિલ્લા પંચાયત કચેરીના એક જ દિવસના બે પત્રોમાં બિનખેતી પરવાનગી આપી નથી અને પરવાનગી આપી હોવાના વિરોધાભાસી જવાબોથી મહેસુલી તંત્ર અવઢવમાં.!!
ગોધરા તા.
દાહોદ કસ્બા વિસ્તારના મૂળ આદિવાસી ખેડૂતોમાં ૩ સર્વે નંબરોની જમીનોમાં જિલ્લા પંચાયતના તાબા હેઠળની કચેરીના બિનખેતીના સંદિગ્ધ હુકમો દ્વારા સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરવામાં આવી હોવાના ઉભા થયેલા જાહેર આક્ષેપોના પગલે વહીવટી તંત્ર દ્વારા આંતરીક તપાસો હાથ ધરવામાં આવી છે. જો કે સરકારને કરોડો રૂપિયાના પ્રીમિયમનો ચુનો ચોપડવાના વગદાર ચહેરાઓના પ્રભાવશાળી કરતુકોમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો એવો બહાર આવ્યો છે કે દાહોદ જિલ્લા પંચાયતના ડે.ડી.ડી.ઓ.(મહેસુલ) દ્વારા મામલતદાર કચેરી સાથે કરાયેલા બે પત્રોમાં તદ્દન વિરોધાભાસી માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના વધુ એક પ્રકરણનો ઉમેરો થયો હોવાની ચર્ચાઓ કેન્દ્રસ્થાને ગોઠવાઈ છે.!!
દાહોદ કસ્બાના ત્રણ સર્વે નંબરો સંબંધિત દાહોદ જિલ્લા પંચાયત કચેરીના લેટરપેડ ઉપર દાહોદ મામલતદાર કચેરી સાથે માહિતી આપ-લે કરતા સૌપ્રથમ જાવક નંબર સાથે લખાયેલ પત્રમાં મહેસુલ અધિનિયમની કલમ ૬૫ હેઠળની બિનખેતી પરવાનગી અંગેના હુકમોની નકલ અત્રે મોકલી અસલ હુકમની ખરાઇ કરી સર્ટીફાઈડ નકલ મોકલી આપવા જણાવેલ પરંતુ સવાલવાળી જમીનના રેકર્ડની ચકાસણી કરતા મહેસુલ કાયદાની કલમ ૬૫ હેઠળ બિનખેતી પરવાનગી આપેલાનું જણાતું નથી નો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો.ત્યારબાદ દાહોદ જિલ્લા પંચાયતના લેટરપેડ ઉપર આજ તારીખે બીજા જાવક નંબર સાથે દાહોદ મામલતદાર કચેરીને મોકલેલા પત્રમાં સવાલવાળી જમીનોના મહેસુલ અધિનિયમની કલમ ૬૫ હેઠળની બિનખેતી પરવાનગી અંગેના પ્રમાણિત હુકમોની નકલો સામેલ રાખી મોકલી આપવામાં આવે છે નો ઉલ્લેખ કરાયો છે.!! જોકે દાહોદ જિલ્લા પંચાયતના એક જ દિવસોના બે વિરોધાભાસી તપાસના અહેવાલો વાંચ્યા બાદ મહેસુલી તંત્ર ભારે અવઢવમાં એટલા માટે મુકાઈ ગયું છે કે હવે ક્યાં પત્રના આધારે તપાસ કરવી.?ની મૂંઝવણભરી ચર્ચાઓ છે.
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8