@sachin pithva surendranagar
આવતીકાલે 15 ઓગસ્ટના રોજ થાનગઢ મેળાના મેદાન ખાતે જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. જેને અનુલક્ષીને આજરોજ થાનગઢ મેળાના મેદાન ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એમ.પી.પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું.
જેમાં પોલીસ જવાનો દ્વારા પરેડ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનાં રિહર્સલનું નિવાસી અધિક કલેકટરશ્રીએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપી હતી.
આ રિહર્સલ તથા નિદર્શનમાં ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા, થાનગઢ મામલતદાર અરુણ શર્મા, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8