આજે ધોરણ 10 નું પરિણામ આવ્યુંછે. જેમાં હિંમતનગરની રિદ્ધિ જોષીએ 94.93 પરસેન્ટઆઈલ સાથે ઉત્તીર્ણ થઇ પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. ભણવાની સાથે અન્ય ઈત્તર પ્રવૃતિઓમાં પણ રિદ્ધિ ખુબ જ પાવરધીછે. નાટ્યકલા સાથે તેને અદભુત પ્રેમ છે.
રિદ્ધિના નાટક મારી દીકરી લાડકવાઇના 92 જેટલા શો થઇ ચુક્યા છે. સાથે મોબાઈલને લઇ બાળકોમાં થતી આડઅસર ઉપરની વેબ સિરીઝમાં પણ તે કામ કરી ચુકી છે.