દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ઘરેથી ચંદલા જવા નિકળેલી સગીરા પરત આવી ન હતી.જેથી પરિવારે શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો.છેવટે પરિવારે ગરબાડા પોલીસમાં ફરિયાદ આપતાં અજાણી વ્યક્તિ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
શોધખોળ કરવા છતા સગીરાની ભાળ ન મળી
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની એક સગીરાના તા.7 ઓગસ્ટના રોજ સાંજના સમયે ચંદલા જવા માટે પોતાના ઘરેથી નીકળતી હતી. તે દરમિયાન કોઇ અજાણી વ્યક્તિ સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો. સગીરા ઘરે પરત નહી આવતાં પરિવારે શોધખોળ કરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી સગીરાના પરિવારે આ મામલે ગરબાડા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે અજાણી વ્યક્તિ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દાહોદમાં સગીરાના અપહરણના કિસ્સા રૉજીદા બને છે
અત્રે ઉલ્લેખનિય છે કે દાહોદ જિલ્લામા છાશવારે સગીરાના અપહરણની ઘટનાઓ બને છે.જેની પોલીસ મથકોએ ફરિયાદો પણ દાખલ કરાવવામા આવે છે.તેવી જ રીતે સગીરાઓ છેડતી અને દુષ્કર્મનો ભોગ બની રહી છે.જેથી આવા કૃત્યો રોકવા માટે જન જાગૃતિ સાથે જવાબદારો સામે કડકમા કડક દાખલારુપ કાર્યવાહી કરવી દાખલા બેસાડવા પણ આવશ્યક છે.
@sohil dhada, zalod