સાધુ સંતો ની ઉપસ્થિત માં સેવા નિવૃત બંને કર્મચારી ઓનું સન્માન કરાયું…
ઇડર તાલુકાના પાનોલ ગામના બે સપૂતો રાજ્ય સરકાર માં વિવિધ વિભાગો માં સેવાઓ આપી વય નિવૃત થતા પોતાની વિદાય સહ કર્મચારીઓ ધ્વરા તો અપાઈ હતી,પરંતુ પોતાના પરિવાર,સ્નેહી જનો તેમજ પોતાની નોકરી દરમ્યાન પ્રામાણિક અને નિષ્ઠા પૂર્વક સેવાઓ બજાવી પરમાત્મા ની સાક્ષીએ પૂર્ણ કરી હોય ત્યારે સાધુ સંતો નો મેળાવડો યોજી પરમકૃપાળુ પરમાત્માના સાનિધ્યમાં સેવા માંથી નિવૃત થવાનો આનંદ કઇ અલગ જ હોય તેમ પનોલ ગામના લાલજીભાઈ પટેલ એ ક્લાર્ક થી શરૂ કરેલી સેવાઓ નાયબ મામલતદાર ,પ્રાંત કચેરીએ શિરેસદાર, કલેક્ટર કચેરી હિંમતનગર માં સેવાઓ આપી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા પોતાના વિચાર મુજબ ગામમાં સત્સંગ મેળાવડો યોજી તેમાં પોતાના સગા-સબંધી ઓ,મિત્રો ,પરિવારજનો ને આમણત્રીત કરી સંતો ધ્વરા અમૃત વચનો નું રસપાન કરાવી સંતો એ તેમનું શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માન કરી તેમનું શેષ જીવન મંગલકારી, રહે અને કુટુંબ ,પરિવાર ગામ અને રાષ્ટ્ર ના વિકાસમાં સહભાગી થાય તેવા આશીર્વાદ આપ્યા હતા,આ પ્રસંગે ગ્રામ જનો ધ્વરા તેઓ તેમના નોકરી ના કાર્યકાર દરમ્યાન ગામને જે જે એવો આપી ગામના વિકાસ ના કામોમાં જે સાથ સહકાર યોગદાન ને યાદ કરી ગામની વિવિધ સહકારી સંસ્થાઓ ,વડીલો તેમજ આમણત્રીત મહેમાનો ધ્વરા સન્માન કરાયું હતું.જ્યારે ગામના અન્ય એક રાજ્ય સરકારના કર્મચારી અને નાયબ મામલતદાર વડાલી ખાતે થી સેવા નિવૃત થયેલ ગિરધારભાઈ પટેલ નું પણ ગામલોકો ધ્વરા સન્માન કરવામાં આવ્યું હતું,આમ પનોલ ગામના બંને સપૂતો રાજ્ય સરકારના વિવિધ વિભાગો માં સેવાઓ આપી વય નિવૃત થતા ગામમાં આપેલ સહકાર ને બિરદાવી સન્માન કરાયુ હતું.
@lalit patel, idar
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8