સાવન કૃપાલ રૂહાની મિશન સેન્ટરના ૨૬ વર્ષ પુરા થતા હજુરબાબા સાવનસિહજી મહારાજ પ્રકાશ પર્વ નિમિત્તે આધ્યાત્મિક સત્સંગ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું.!!
@મોહસીન દાલ, ગોધરા
ગોધરા શહેરમાં સાવન કૃપાલ રૂહાની મિશન સેન્ટરના ૨૬ વર્ષ પુરા થયાના ભાગરૂપે હજુરબાબા સાવનસિહજી મહારાજ પ્રકાશ પર્વ નિમિત્તે આધ્યાત્મિક સત્સંગ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહી પોતાનું ચેકઅપ કરાવ્યું હતું. આજરોજ યોજવામાં આવેલ ગોધરા શહેરના જાફરાબાદ ફાટક પાસે ગોવિંદ રોડ કૃપાલ આશ્રમમાં સાવન કૃપાલ મિશન ગોધરા સેન્ટરના ૨૬ વર્ષ પૂરા થયાના ઉપલક્ષમાં જાહેર આધ્યાત્મિક સત્સંગ અને નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં આંખની તપાસથી લઈને દાંતનું ચેકઅપ, બ્લડ ડોનેશન વગેરે જેવા વિનામૂલ્ય કેમ્પ રાખવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાનું ચેકઅપ કરાવી રકતદાન કર્યુ હતું.
આ કાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરાયું હતું. જેમાં દરેક લોકોએ સત્સંગ નો લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર થી લલીતભાઈ તેમજ પ્રભુજી સહિત શ્રી નારાયણ આરોગ્યધામના ડો.સ્નેહા ખરાદી, ડેન્ટલ સર્જન ડો.કમલેશ ગઢવી, ડો. નીલાંગ સોની, ડો. કેયુર સોની, ડો. પ્રતીક મિશ્રા, ડો.યોગેશ તુલસીયાણી, ડો. હિરલ આશ્યાની સહિતના લોકોએ પોતાની સેવા પૂરી પાડી હતી.