@MOHSIN DAL, GODHARA
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી- ગોધરા, અનુસ્નાતક ગુજરાતી વિભાગ દ્વારા નર્મદ જન્મ જયંતિ નિમિત્તે ‘નર્મદોત્સવ’ કાર્યક્રમ ઉજવાયો હતો. સુધારક યુગના અગ્રણી વીર નર્મદના સામાજિક ઉત્થાનના કાર્યો અને સાહિત્યથી વિદ્યાર્થીઓ અવગત થાય તે હેતુથી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ. ભાવેશ જેઠવાની પ્રેરણાથી સામાજિક અનિષ્ટો સામે પૂરી દૃઢતાથી લડવાનું આહવાન વિદ્યાર્થીઓએ કર્યુ હતું. કાર્યક્રમનું સુચારુ સંચાલન સેમ.૧ના વિદ્યાર્થી ડામોર વિજયે કર્યુ હતું.
ગુજરાતી વિષયના સહાયક પ્રાધ્યાપક ડૉ. જાનકી શાહના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ નર્મદવિષયક પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. જેમાં પટેલ અસ્મિતા, પરમાર ધ્રુવી, દંતાણી આકાશ, બારીયા નર્મદા, વિરવાણી એકતા, ચૌહાણ ધર્મેશ, બામાણિયા જીતેશ, પટેલ કલ્પેશ, ડામોર વિપુલ અને તાવિયાડ ભૂમિકાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને અંતે ડૉ.જાનકી શાહે નર્મદ વિષયક વક્તવ્ય આપ્યું અને કાર્યક્રમની આભારવિધિ સહાયક પ્રાધ્યાપક ડૉ. મૌસમી મેસવાણિયાએ કરી હતી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
GODHARA/ ભાગોળ પાસે ખોદવામાં આવેલ ખાડામાં વધુ એક કાર ફસાઈ
રાજકીય દુરાગ્રહો/ ગોધરાના અંબિકાનગર રહીશો દ્વારા રસ્તો અને ગટર વ્યવસ્થાની સુવિધાઓ આપોની રજૂઆત