- @mohsin dal godhra
પંચમહાલ જિલ્લાના વિંઝોલ ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન અનુસ્નાતક વિભાગમાં સમાજ શાસ્ત્ર અંતર્ગત સાંપ્રત સમયની સામાજિક સમસ્યા ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પ્રત્યેના અત્યાચારને અનુલક્ષીને “બાળ મજૂરી : એક સામાજિક અભિશાપ” વિષયને અનુરૂપ અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રના સેમેસ્ટર-૧ના વિદ્યાર્થીઓ દ્વારા તેઓના સંશોધન અહેવાલના વાંચન કાર્યક્રમનું અયોજન સમાજશાસ્ત્રના અધ્યક્ષ ડૉ.જગદીશ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ તેમજ કુલસચિવ પ્રો.ડૉ.અનિલ સોલંકીની પ્રેરક ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિષયને આનુસાંગિક શબ્દો દ્વારા ડૉ.અનિલ લકુમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ અનુસ્નાતક વિભાગ સમાજ શાસ્ત્રના સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થીઓ પટેલીયા ઝલક બી,
બારીયા સ્વાતિ આર, ભાટિયા રાજવી આર, પટેલ ઉષાબેન.જી, રાવત અરુણા જી, પસાયા વિલાસ ડી, ચૌહાણ ગીરવત ટી, ખાંટ રંજન એસ, બારીયા ઉષા એન, બારીયા હિતેશ એમ, પટેલીયા મનીષા, વણકર જોશના, પટેલ આશિષ જી, પરમાર કંકુ એસ.એ વિષયને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ વિષય પર પોતાના સંશોધન અહેવાલનું વાંચન કર્યુ હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રના અધ્યાપક ડો.દિપીકા પરમાર એ કર્યુ હતું. તેમજ આ કાર્યક્રમની સફળતા માટે ડૉ હરેશ ઘોણા, ડૉ. અનિલ લકુમ, ડૉ. કામિની દશોરા, ડૉ. રાજુભાઈ ભુરીયા, ડૉ.પરવિના મન્સૂરી, ડૉ.લીપા શાહે શુભેચ્છા પાઠવી હતી.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા “બાળ મજૂરી : એક સામાજિક અભિશાપ” વિષય પર કાર્યક્રમ યોજાયો.
Related Posts
Add A Comment