દિવંગત ભારતીય રાજકારણી શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ થયો હતો. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર અને સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી હતા. અને ભારતીય જનસંઘના સ્થાપક હતા. શ્યામા પ્રસાદ મુખર્જી બેરિસ્ટર હતા અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહી હતા.
તેમને પોતાનું જીવન દેવી સરસ્વતીના સાનિધ્યમાં વિતાવું હતું. જો કે, 1930 ના દાયકાના અંતમાં અવિભાજિત બંગાળમાં ખતરનાક રાજકીય પરિસ્થિતિએ તેમને સક્રિય રાજનીતિમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. શ્યામા પ્રસાદ મુખર્જીમાં અસાધારણ પ્રતિભા હતી જેને તેમને મહાન રાજનેતા બનાવ્યા હતા. આજે તેમના જન્મ દિવસના અવસર પર આવો જાણીયે તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો
શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ એક બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતા આશુતોષ મુખર્જી કલકત્તા હાઈકોર્ટના જજ હતા. તેમણે ભવાનીપુરની મિત્ર સંસ્થામાં 1906 માં પ્રારંભિક શિક્ષણ શરૂ કર્યું. તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને પ્રેસિડેન્સી કોલેજમાં જોડાયા.
તેઓ 1916 માં આંતર-કલા પરીક્ષામાં સત્તરમા ક્રમે રહ્યા હતા અને 1921 માં અંગ્રેજીમાં સ્નાતક થયા હતા, પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા હતા. તેમણે 1924 માં તેમના પિતાનું નિધન થયું હતું. તે જ વર્ષે તેમણે કલકત્તા હાઈકોર્ટમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી.
1934 માં, 33 વર્ષની ઉંમરે, શ્યામા પ્રસાદ મુખર્જી કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. વાઇસ ચાન્સેલર તરીકે મુખર્જીના કાર્યકાળ દરમિયાન, રવીન્દ્રનાથ ટાગોરે પ્રથમ વખત બંગાળીમાં યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું, અને સર્વોચ્ચ પરીક્ષા માટે ભારતીય સ્થાનિક ભાષાને એક વિષય તરીકે રજૂ કરવામાં આવી હતી.
મુખર્જીએ 1946માં હિંદુ-બહુમતી વિસ્તારોને મુસ્લિમ બહુમતી ધરાવતા પૂર્વ પાકિસ્તાનમાં જોડાવાથી રોકવા માટે બંગાળના વિભાજનની માંગ કરી હતી. 15 એપ્રિલ 1947 ના રોજ તારકેશ્વર ખાતે મહાસભા દ્વારા યોજાયેલી બેઠકમાં, તેમને બંગાળના વિભાજનની ખાતરી કરવા માટે પગલાં લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. મે 1947 માં, શ્યામા પ્રસાદ મુખર્જીએ લોર્ડ માઉન્ટબેટનને એક પત્ર લખ્યો કે બંગાળનું વિભાજન થવું જ જોઈએ, ભલે ભારતનું વિભાજન ન થયું હોય. તેમણે સુભાષ ચંદ્ર બોઝના ભાઈ સરત બોઝ અને બંગાળી મુસ્લિમ રાજકારણી હુસેન શહીદ સુહરાવર્દી દ્વારા 1947માં સંયુક્ત પરંતુ સ્વતંત્ર બંગાળના નિષ્ફળ પ્રયાસનો પણ વિરોધ કર્યો હતો.
જમ્મુ અને કાશ્મીરના મુદ્દાઓ પર તત્કાલિન વડા પ્રધાન ડૉ. જવાહરલાલ નેહરુ સાથે મતભેદોને કારણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડ્યા પછી, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટેકાથી ભારતીય જનસંઘ નામની પોતાની એક નવી પાર્ટીની રચના કરી. આ પાર્ટીએ દેશમાં હિંદુ રાષ્ટ્રવાદને સમર્થન આપ્યું હતું. જો કે, તેઓ મુસ્લિમો સામેના ભેદભાવમાં માનતા ન હતા, અને તેથી તેમણે હિન્દુ અને મુસ્લિમ બંને માટે એક જ નાગરિક સંહિતાનું પાલન કર્યું. આ પછી 1952માં સંસદ માટે ચૂંટણી યોજાઈ, તેઓ ઉત્તર કલકત્તાથી ચૂંટણીમાં ઊભા રહ્યા. પરંતુ કોંગ્રેસને હરાવવા માટે તેમણે ગઠબંધન કરવું પડ્યું અને સંસદમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા.
કાશ્મીરમાં પ્રવેશ
જમ્મુ-કાશ્મીરની ખરાબ સ્થિતિને કારણે મુખર્જીજી ખૂબ જ પરેશાન હતા. તે સમયે એક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાનની પરવાનગી વિના જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરી શકશે નહીં, પછી ભલે તે દેશના રાષ્ટ્રપતિ હોય. પરંતુ આ નિયમનો વિરોધ કરીને તેઓ 1953માં કાશ્મીર ગયા હતા. ત્યાંની સ્થિતિ ભારતના અન્ય રાજ્યો કરતા સાવ અલગ હતી. તે સમયે તે સ્થળના મુખ્યમંત્રી સદર-એ-રિયાસત હતા. મુખર્જીજીએ ત્યાં એક વિશાળ સભાને સંબોધિત કરી, અને કાશ્મીરના લોકોને ખાતરી આપી કે ભારતના અન્ય રાજ્યોની જેમ જ જમ્મુ અને કાશ્મીરમાં પણ એ જ બંધારણ લાગુ થશે. તેમણે કહ્યું કે ‘હું આ કરીશ અથવા આ માટે મારો જીવ આપીશ’.
તેમને 11 મે 1953ના રોજ રાજ્ય સત્તાવાળાઓની પરવાનગી વિના જમ્મુમાં પ્રવેશ કરવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને એક કોટેજમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં 22 જૂને તેમની તબિયત બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ બીજા જ દિવસે 23મી જૂને તેમનું અવસાન થયું.