partho alkesh pandya, પાટણ
બીલીપત્ર શિવજીને અતિ પ્રિય છે અને બીલીપત્રની પારધીવળી વાર્તા આપણે સૌએ સાંભળી છે. બીલીપત્ર શિવજીને અર્પણ કરવામાં આવે છે. બિલીપત્રમાં ત્રણ પાંદડીઓ છે. એવું કહેવાય છે કે આ ત્રણ પાંદળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નું સ્વરૂપ છે.
બીલીપત્રમાં જો પાંચ પાંખડીઓવાળું બિલી પત્ર મળે તો ભાગ્યશાળી અને સવિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ એવી સિદ્ધપુરમાં એક સમયે ભૂદેવોની જાહોજલાલિ અને દબદબો હતો. હાલના સમયમાં ભૂદેવોની નવી પેઢી શિવ મંદિરોમાં પૂજા, અર્ચન, રુદ્રી અને શિવમહિમ્ન સ્ત્રોત જ્યારે ઉચ્ચારે છે ત્યારે દિવ્ય અને અલૌકિક વાતાવરણનો અનુભવ થાય છે દરેક ભૂદેવ કપાળે ચંદનની આર્ચા કરીને શિવજીના ગર્ભ ગૃહમાં બેસી પૂજા કરતા હોય ત્યારે ઋષિ મુનિઓ ની યાદ અપાવે છે.
સિદ્ધપુરમાં હાલ 300 જેટલા ભૂદેવ પરિવારો વસાવટ કરે છે. જ્યારે જૂના સમયમાં બ્રાહ્મણ પરિવારોને ત્યાં એક માજીરાના ભીલ પરિવાર બિલી પહોચાડતા હતા તે ક્રમ આજે પણ જળવાયેલો છે. સિદ્ધપુરના લાલપુર વિસ્તારમાં હરીભાઈની મઢીમાં હાલ માજી રાણા પરિવારની સાતમી પેઢી રહે છે. પરિવારના મહિલા દીકરી મધુબેન ઉર્ફે ઢબું બહેન એ તેમના બિલીપત્ર અંગે ઇતિહાસ કહેતા જણાવ્યું કે તેમના દાદા ગાયકવાડી સરકારમાં સિદ્ધપુરમાં રખેવાળી કરતા હતા અને અહી શિવ મંદિરોનું પ્રમાણ વધુ હતું અને ભૂદેવોને શિવજીને અર્પણ કરવા બિલીની જરૂરિયાત ને લઈ તેઓ નજીકના જંગલમાં અને બાલારામના જંગલોમાં જઈ બિલી લઈ આવતા હતા. અને ઘર ઘર પહોચાડતા હતા તે પરંપરા આજે પણ યથાવત છે માજીરાનાં ભીલ પરિવારના બિલીપત્ર ને લઈ જોઈએ એક વિશેષ અહેવાલ
પવિત્ર શ્રાવણ મહિના ની શરૂઆત થઈ ગઈ છે અને શિવ મંદિરો માં શિવજીને બિલીપત્ર અર્પણ કરવા માં આવે છે. આ બિલીપત્રો બજારમાં માળી કે ભીલ સમાજ ઢગલો લઈ ને બેઠા હોય છે અને ભક્તો તેમની યથાશક્તિ બિલી શિવજીને અર્પણ કરતા હોય છે. ત્યારે સિદ્ધપુરનો માજીરાણા ભીલ પરિવાર દર શ્રાવણ માસમાં હજારો બિલીપત્ર શિવાલયો તેમજ 300 જેટલા ભુદેવ પરિવારોના ઘરે વર્ષોથી નિસ્વાર્થભાવે પહોંચાડે છે.
માજી રાણા ભીલ પરિવારની સાતમી પેઢીથી આ પરંપરા ચાલી આવી છે. બાલારામના જંગલો અને આજુબાજુના વિસ્તારોમાં આવેલ બિલીપત્રના વૃક્ષો પરથી બિલી લઈ આવે છે અને તેમના ઘરે લાવી તેને ચૂંટી નાખવામાં આવે છે. જેમાં ઘરના તમામ સભ્યો મદદ રૂપ થાય છે. આ પરિવાર બિલીપત્રની આમન્ય જળવાય તે માટે સ્વચ્છતાના આગ્રહી છે. તો જ્યારે પણ તેઓ જંગલમાં બિલીપત્ર લેવા જાય ત્યારે તેઓ બીડી, સિગારેટ, તમાકુ કે મદિરા ને હાથ નથી લગાડતા તેમજ તેઓ વ્યસનમુક્તિનો અને પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપે છે.
જોકે હવે આ પરિવારને આર્થિક સમસ્યાનો પણ સામનો કરવાનો વખત આવ્યો છે આ વર્ષે ભક્તોની બિલીપત્રની માંગમાં ઘટાડો આવ્યો છે અને પાછલા બે વર્ષ કોરોના કાળ ના હતા ત્યારથી બિલી ની માંગ ઘટી છે હાલ તેઓ સેવા આપે છે કોઈ બીલીપત્ર નું વળતર આપે તો પણ ઠીક અને ના આપે તો પણ આ સેવા ચાલુ રાખી છે સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને ત્યાં દર શ્રાવણ માસ માં બિલી અહીંથી જાય છે