શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ, ગોધરા સંલગ્ન અનુસ્નાતક વિભાગ દ્વારા સમાજશાસ્ત્રના અંતર્ગત સાંપ્રત સમયની સામાજિક સમસ્યા સ્ત્રીઓ પ્રત્યેના અત્યાચારને અનુલક્ષીને” સ્ત્રીઓ પર થતી ઘરેલુ હિંસા અને જાતિય અત્યાચાર” વિષયને કેન્દ્રસ્થાને અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્ર નાં સેમેસ્ટર-૩ ના વિદ્યાર્થીઓ દ્વારા તેઓના સંશોધન અહેવાલનું વાંચન કાર્યક્રમનું અયોજન સમાજશાસ્ત્રના અધ્યક્ષ ડૉ.જગદીશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમના પ્રેરકો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ તેમજ કુલ સચિવ પ્રો.ડૉ.અનિલ સોલંકી.હતા. આ કાર્યક્રમમાં અનુસ્નાતક વિભાગ સમાજ શાસ્ત્રના સેમેસ્ટર-૩ ના વિદ્યાર્થીઓ ચૌહાણ અમીષા, ચાવડા પૂર્ણિમાબેન, બારીયા જીલકુંવરબા, પરમાર પ્રિયલ,ધામોટ હેતલ,પટેલ ગૌતમ, બારીયા રસિક, ગોહિલ કિંજલ, ગોહિલ કલ્પના તેમજ બારીયા રશ્મિકા એ વિષયને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ વિષય પર પોતાના સંશોધન અહેવાલનું વાંચન કર્યુ હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રના અધ્યાપક વણઝારા પ્રહલાદએ કર્યુ હતું. આ કાર્યક્રમની સફળતા માટે ડૉ.હરેશ ઘોણા, ડૉ.અનિલ લકુમ, ડૉ. કામિની દશોરા, ડૉ.રાજુભાઈ ભુરીયા, ડૉ.પરવિના મન્સૂરી, ડૉ.લીપા શાહે આ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમના સંચાલન સમાજ શાસ્ત્રના સેમેસ્ટર-૩ના વિદ્યાર્થી દેવેન્દ્ર બારીઆ તેમજ કાર્યક્રમના અંતે આભાર વિધિ અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક ડૉ.દીપિકાબેન પરમારે કરી હતી.
@mohsin dal, godhra