- એકસો પચાસ જેટલા આંબાના ઝાડનું વાવેતર કર્યું છે, ગામમાં રહેતા લોકોને ગામમાં મજૂરી કામ મળી રહે છે
@sachin pithva, surendranagar
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના માનપરના ખેડૂત વિરેન્દ્રસિંહે ઓર્ગેનિક કેરીનું સફળ વાવેતર કર્યું છે. જેમાં આ પ્રગતિશીલ ખેડૂતે એકસો પચાસ જેટલા આંબાના ઝાડનું વાવેતર કર્યું છે. જેનાથી ગામમાં રહેતા લોકોને ગામમાં મજૂરી કામ મળી રહે છે.
ખેડૂતની આવક ડબલ થાય તે માટે ખેડૂત પણ આગળ આવે અને પોતે કઈક અલગ વસ્તુનું ઉત્પાદન કરે અથવા પોતાના ખેતરમા તેનું વાવેતર કરે તો ખેડૂત સારી આવક મેળવી શકે છે. ખેડૂતોને ખેતી વિશે માહિતી તેમજ સરકારની યોજના અને તેમાં મળતી સબસીડી વિશે માહીતી સરકારના કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવે છે.ત્યારે હવે ખેડૂતો પણ પોતે જે ખેતી કરતા હતા તેના કરતાં કઈક નવું કરવા માટે આગળ આવી રહ્યા છે અને ગાય આધારિત ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સમલા ગામના રહેવાસી વિરેન્દ્રસિંહ ઝાલા જે મૂળી તાલુકાના માનપર ગામમાં ખેતી કરે છે. જે પહેલા ચીલાચાલુ ખેતી કરતા હતા, જેમા કપાસ અને ઘઉંની ખેતી કરતા હતા. જેમાં ઉત્પાદન ખર્ચ વધી જતો હતો. અને ઓછું ઉત્પાદન અને ભાવ પણ નહોતા મળતા ત્યારે વિરેન્દ્રસિંહે પોતાના ખેતરમાં કેરીનું ઉત્પાદન થાય તે માટે એકસો પચાસ (150) જેટલા આંબાનું વાવેતર કર્યું અને સાથે કપાસ ઘઉંનું પણ વાવેતર ચાલુ રાખ્યું અને હાલમાં કેરીનું સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
આ વિસ્તારની જમીન પથરાળ છે. ત્યારે આ જગ્યાએ જો મહેનત કરી તો સારી એવી ખેતી કરી સારી આવક મેળવી શકાય છે તે વિરેન્દ્રસિંહે સાબિત કર્યું છે. અન્ય ખેડૂતો પણ પોતે કરતા હોય તે ખેતીની સાથે બાગાયત ખેતી કરે તો તે પણ સારી એવી આવક મેળવી શકે છે. વિરેન્દ્રસિંહે પોતાના ખેતરમાં ગાય આધારિત ખેતી કરીને કેરીનું સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે.સાથે પોતે આર્થિક રીતે સક્ષમ હોવાથી સરકારની યોજનાઓનો લાભ પોતે નથી લેતા અને ઓર્ગેનિક કેરીની માંગ પણ વધું હોય છે. અને લોકો પણ સ્થળ પર લેવા આવે છે. સાથે માનપરના ગામમાં રહેતા લોકોને ગામમાં ન મજૂરી કામ મળી રહે છે.