(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં ફોટોગ્રાફર એસોસીઓને તેમના પરિવાર સભ્યોના બાળકોના તેજસ્વી તારલા નો સન્માન સમારોહ નાની વાવડી ગામે ફાર્મ હાઉસમાં યોજ્યો હતો. જેમાં અતિથિ વિશેષ પદે ગ્રુપ ઓફ નવયુગના પ્રમુખ પી.ડી. કાંજિયા હાજર રહ્યા હતા. તેમની સાથે મુકેશભાઈ હરખાણી, રાજુભાઈ જીયાણી, શશીભાઇ પટેલ સહિત રાજકોટ થી મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા તેમજ સ્થાનિકે રાકેશભાઈ કાવર ચેરમેન તાલુકા પંચાયત મોરબી, વસંતભાઈ પટેલ સહિત હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી બાદ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા લહેરાવતા રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. બાદમાં થી લઈ ધોરણ૧ થી ૧૨ ના તેજસ્વી બાળકોનાં સન્માન મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહિલાઓએ અને યુવતીઓએ રાસ ગરબા નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને પારિવારિક આનંદ માણ્યો હતો. એકંદરે જેન અન્ન ભેગા તેના મન ભેગા તે યુક્તિ અનુસાર તમામ ફોટોગ્રાફર સભ્યો નાં પરીવાર સભ્યોનું અહીં પ્રીતિ ભોજન રાખવામાં આવ્યું હતું તેવું પ્રમુખ નિલેશ દેથરીયાએ જણાવ્યું હતું તેમની સાથે વિનોદ પટેલ, મેહુલ ભટાસણા, પરેશ ચંદ્રાલા, જીતેશ ભાઈ ઉઘરેજા સહિતના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8