@paresh parmar, amreli
બગસરમાંથી અજાણી વ્યક્તિની લાશ મળી આવી છે. બગસરાના ધારી ચલાલા હાઇવે અને પટેલવાડી પાછળ બાવળની કાટમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો.
ધારી ચલાલા હાઇવે પુલની નીચે બાવળની ઝાડીઓ વચ્ચે લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતકની લાશને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. આ આત્મહત્યા છે કે હત્યા આ અંગે પોલીસે તાપસનો ધમધમાટ શરુ કર્યોછે.