ધનસુરા તાલુકાના નાણાં ગામમાં યુવાનીના ઉંબરે આવી પહોંચેલ નવયુવાન એવા ચિરાગકુમાર દિલીપભાઈ પ્રજાપતિનું 17 વર્ષની નાની ઉમરમાં મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ છે,, પગના ભાગે માઇક્રો સર્જરી કરાવ્યા બાદ તબિયત લથડતા તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો,, જ્યાં સારવાર દરમિયાન ચિરાગનો દીપક બુઝાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરિવારમાં એકના એક દીકરાનું નાની વયે મોત થતાં પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ ઉભુ થયું છે.
ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી