ગોધરા અદાલત દ્વારા અંદાઝે ૧૨ વર્ષો પહેલા બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ કઢાવવાના બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હાના ભેજાબાજ આરોપી હસન અબ્દુલગની છકડા રહે.છકડાવાડને સાત વર્ષની કેદની સજા અને ₹ ૩૦, હજારના દંડના આદેશ કરતા ગોરખધંધાઓ કરનાર અંધારી આલમમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા. ૧૨-૦૮-૨૦૧૨ના રોજ ગોધરાના છકડાવાડ ખાતે રહેતા હસન અબ્દુલગની છકડા સામે ભારતીય પાસપોર્ટ, ચૂંટણીકાર્ડ, જન્મના દાખલામાં જન્મ તારીખ, સમય, વર્ષ અને સ્થળ જુદા જુદા દર્શાવીને પોતાના પાકિસ્તાની પાસપોર્ટમાં જન્મ તારીખ, વર્ષ અને સ્થળ અલગ બતાવીને બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવાના બદઈરાદાઓ સામે ઈ.પી.કો.૪૬૫, ૪૬, ૪૭૧, ૪૭ મુજબ ગુન્હો દાખલ કરાયો હતો. આ સંદર્ભમાં ગોધરા અદાલત સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલોની સુનાવણીમાં મદદનીશ સરકારી વકીલ વી.એલ.ડામોરની અસરકારક દલીલોના અંતે ગોધરાના ૨જા એડિશનલ સિનીયર સિવીલ જજ અને એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટશ્રી જે.જી.દામોદ્રા એ આરોપી હસન અબ્દુલગની છકડાને સાત વર્ષ કેદની સજા અને ₹ ૩૦ હજારનો દંડ ફટકારતો આદેશ કર્યો હતો.
@mohsin dal, godhra