- દર વર્ષે કેળના ક્ષુપ (છોડ) પર કેળાની લુમે લુંમ લટકે છે
- પોષણક્ષમ ભાવ મળવાથી કેળાની ખેતીમાં સંતોષ છે
- સરકારની ખેતીવાડી કે બાગાયત વિભાગની મદદ વગર પોતાની કેળાની ખેતી કરી આવક મેળવે છે
@PARTHO PANDYA, PATAN
ઉત્તર ગુજરાતમાં ખેતીની વાત કરીએ તો એરંડા, કપાસ, કઠોળ, ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, ઘાસચારો નું વાવેતર થાય તેવું પ્રથમ મગજમાં આવે કારણ કે ઉત્તર ગુજરાતની જમીન, આબોહવા, તેમજ બાયોડાઇવર્સિટીમાં એ મુજબ ની ખેતી થતી આવી છે હવે ફેરફાર આવવા લાગ્યો છે તો પરંપરાગત ખેતીથી અલગ ખેતી કરવા જગતનો તાત સાહસ કરી રહ્યો છે ત્યારે પાટણ શહેરમાં કેળા ની ખેતી કોઈ ખેડૂત પરિવાર કરે એ કલ્પના જ કરી શકાય પરંતુ શહેરના બળીયાપાડા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારે ખૂબ જ મહેનત ધીરજ અને જતનપૂર્વક કેળાની ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે પાટણ ખોડીયાર માતાના મંદિરની થોડીક દૂર અંદાજે પાંચથી આઠ વીઘા ખેતીની જમીનમાં ત્રણેય ખેડૂત ભાઈઓએ કેળાની ખેતીની શરૂઆત કરી હતી અને આજે દર 10 વર્ષમાં કેળા ની ખેતી માં ફાવટ આવી ગઈ છે છાણીયું ખાતર તેમજ મીઠું પાણી કેળા ની ખેતી માટે આવશ્યક હોય છે ખેડૂત પરિવારને અહીં તેમના મીઠા પાણીના બોર નો લાભ મળ્યો સાથે સાથે નજીકમાંથી સીધી સરોવર (ખાન સરોવર)માં બારેમાસ પાણી રહેતા આજુબાજુના જમીનોમાં પાણીના તળ ઊંચા આવ્યા હોય એનો પણ ફાયદો થયો છે
રમેશભાઈ વાલાભાઈ પટેલ એ કેળાની ખેતીની કેવી રીતે શરૂઆત કરી તે અંગે તેમણે જણાવ્યું કે મારી પાસે બે એક વીઘા જમીન હતી અને અમે અમારી પરંપરાગત ખેતી કરતા હતા મારી દીકરી સુરત બાજુ પરણાવેલ છે અને દસ વર્ષ પહેલા તે એક કેળ દાંડી (છોડ )લઈ અને પાટણ આવી હતી અને મારી જોડે વાતચીત કરી હતી કે પપ્પા અમારી બાજુ દક્ષિણ ગુજરાતમાં કેળની ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતી થાય છે પરંતુ મારે ઘેર કેળ થતા નથી એટલે છોડ લઈને પાટણ આવી છું ત્યારે રમેશભાઈએ એક ઉત્સુકતા ખાતર પ્રયોગ કર્યો અને તેમની સૂઝબુજ કુદરતી આબોહવા અને મીઠું પાણી મલી રહેતા કેળનો છોડ પ્રાંગ્યો હતો અને પછી તો તેમણે એક છોડમાંથી બીજો છોડ રોપ્યો અને સતત મહેનત ધીરજ અને વિશ્વાસપૂર્વક કરેલ ખેતીમાં આજે તેમને ત્યાં 20 થી 25 કેળાના ક્ષૂપ અથવા છોડ ઊભા છે અને એક છોડ ઉપર એક લૂમ આવે છે જે તેમને સંતોષકારક આવક રળી આપે છે અને પાટણ માર્કેટમાં તેઓ વેચાણ કરે છે રમેશભાઈ અને તેમના ધર્મપત્ની મંજુલાબેન બંને જણા તેમનું સ્વાસ્થ્ય તેમજ શરીરને ઉર્જાવાન બનાવવા માટે જાતે જ ખેતરમાં મહેનત સવાર સાંજ બે થી ત્રણ કલાક કરે છે અને તેમનો જમીન સાથેનો લગાવ ખેતી કરીને પૂર્ણ કરે છે
કેળની માવજતમાં માત્ર કેળના પાન જો પીળા પડી ગયા હોય તો એને કાઢી નાખવામાં આવે છે અને એની સંભાળ રાખવામાં આવે છે બને ત્યાં સુધી કેળમાં જીવાતો પડતી નથી રમેશભાઈ ની બાજુમાં જ નીતિનભાઈએ તેમના કુટુંબનું ખેતર આવેલ છે અહીં પણ અંદાજે 50થી 100 કેળના ક્ષુપ છે અને તેઓ પણ સારા એવા પ્રમાણમાં કેલ ની ખેતી કરી આવક મેળવે છે તો અન્ય તેમના બીજા ભાઈ કિરીટભાઈએ પણ કેળ ની ખેતી કરેલ છે આમ પાટણ માટે કેળની ખેતીના આ પ્રયોગ ખરેખર આવનાર સમય માટે ખેડૂતોને પ્રેરણા આપી શકે તેમ છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8