- મહીસાગર D.D.O. એ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં મનરેગા યોજના હેઠળ આપવામાં આવેલ વહીવટી મંજૂરીઓને સ્થિગત કરવાનો આદેશ ફરમાવતા વહીવટી અને રાજકીય મોરચે ભારે ખળભળાટ.!!
@mohsin dal godhara
મહીસાગર જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.લાખાણી એ બદલીના ભણકારા વચ્ચે મનરેગા(MGNREGA) યોજનાની કરોડો રૂપિયાની વહીવટી મંજૂરીઓ આપવાના બહુચર્ચિત પ્રકરણમાં સત્તાધારી ભાજપમાં ઉભા થયેલા અસંતોષના ગણગણાટો વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા મનરેગા યોજનાની રાતોરાત વહીવટી મંજૂરીઓ આપી દેવાના આ પ્રકરણ સામે તપાસની માંગ કરી હતી.અને આ સંદર્ભમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરીયાદ સ્વરૂપે રજૂઆતો પહોંચી હતી. મનરેગા યોજનામાં ઘેરાયેલા સંકટો વચ્ચે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાબા હેઠળ મનરેગા યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જે વહીવટી મંજૂરીઓ આપવામાં આવી હતી આ તમામ મંજૂરીઓ સ્થગિત કરવાનો આદેશ ફરમાવતા મહીસાગર જિલ્લાના વહીવટી અને રાજકીય મોરચે ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.એમાં કહેવાય છે કે મનરેગા યોજના હેઠળ રાતોરાત સંદિગ્ધ વહીવટી મંજૂરીઓ આપવાના ચોંકાવનારા વહીવટમાં રાજયસ્તરે તપાસો શરૂ થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે.
મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી એ બદલીના હુકમ સાથે વિદાય લેતા પૂર્વ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેનની સત્તાઓમાં લુણાવાડા તાલુકાની ૧૧૦ ગ્રામ પંચાયતોના પૈકી અંદાજે ૧૫ જેટલી ચોક્કસ ગ્રામ પંચાયતો માં ગરીબોને ઘર આંગણે રોજગારીઓ આપનાર મનરેગા યોજનાની વર્ષ૨૦૨૩-૨૪ ના નાણાંકીય વર્ષમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણીઓ કરી હોવાના સોશિયલ મીડિયામાં શરૂ થયેલા આ ચમકારા સામે લુણાવાડા અને મહીસાગર જિલ્લાના સત્તાધારી ભા.જ.પ.ના રાજનેતાઓ સત્ય આધારીત તપાસો કરવાની હિંમત (MGNREGA)પણ દેખાડી શકતા નથી આ રાજનીતિઓના પગલે મનરેગા યોજના ની ગ્રાન્ટ ફાળવણીઓમાં અન્યાયનો ભોગ બનેલ લુણાવાડા તાલુકાની બહુમતી ગ્રામ પંચાયતોમાં પણ અસંતોષનો ગણગણાટ શરૂ થવા પામ્યો છે.!!આ જોતા બદલી સાથે વિદાય થયેલા પૂર્વ ડી.ડી.ઓ કે.ડી. લાખાણી અને ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર દ્વારા લુણાવાડા તાલુકાની અંદાજે ૧૫ જેટલી ચોક્કસ ગ્રામ પંચાયતોમા રાતોરાત કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવવાના આ વહીવટ સામે ગાંધીનગર ખાતેથી વિજિલન્સ દ્વારા વહીવટી તપાસો કરવામાં આવે એવી લાગણીઓ પંચાયતી રાજમાં વ્યક્ત થઈ રહી હતી.!!
આ સંદર્ભમાં તા. ૧૩’ એપ્રિલના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરતા જ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા.૧૮ એપ્રિલના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને પત્ર લખી મહીસાગર જિલ્લામાં ગરીબોને ઘર આગળ રોજગારી આપતી મનરેગા યોજનાની વહીવટી મંજૂરી સ્થગિત કરવામાં આવતા જ મહીસાગર જિલ્લા સત્તાધીશો સહિત પદાધિકારીઓમાં ગણગણાટ સાથે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.!!