- જો 15 દિવસમાં ઉકેલ નહી આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
@પાર્થો પંડ્યા, પાટણ
વોર્ડ નંબર પાંચમાં આવેલ શાંતિનાથ સોસાયટીમાં એક મહિલા દ્વારા ગેરકાયદે દબાણ કરાતા સોસાયટીના રહીશોને તેમજ અહીંથી કોઈ મેડિકલ સેવા મેળવવી હોય તો તકલીફ પડતી હોય સ્થાનિક રહીશોએ પાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છતાં પાલિકાએ પગલા નહિ ભરતા અત્રે ના રહીશોએ સ્વાગત ફરિયાદ નિવારણમાં આ પ્રશ્ન મૂક્યો હતો અને સ્વાગત ફરિયાદ નિવારણમાં અહીં ગેરકાયદે દબાણ તોડવા સૂચના આપેલ હોવા છતાં આજે ઘણો સમય થયો છતાં કોઈ પગલા નહિ ભરાતા શાંતિનાથ સોસાયટીના રહિશો ફરીથી કલેક્ટર કચેરીએ કલેક્ટરને મળી દબાણ હટાવવાની રજૂઆત કરતા કલેક્ટરને 15 દિવસની મર્યાદામાં દૂર કરવાની ખાતરી આપેલ છે. જો 15 દિવસ પછી કોઈ પગલા નહીં ભરવામાં આવે તો સોસાયટીના રહેશો દ્વારા ઝલદ કાર્યક્રમ આપશે તેમ રહીશોએ જણાવ્યું હતું