રજૂઆતોને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ દોડી આવી રૂબરૂ મુલાકાત લીધી
થાનગઢ ના પ્રશ્ન ટૂંક જ સમયની અંદર નિવારણ નિવારણ લાવવામાં આવશે:હિતેન્દ્રસિંહ
થાનગઢમાં જકાતનાકાથી વગડીયા ચોકડીથી બાયપાસ ફાટક સુધીનો રસ્તો બિસ્માર બની ગયો છે.જેનમાં બે ત્રણ ફુટના ખાડાને લઇ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરતા સ્થળ તપાસ કરવા દોડી ગયા હતા. અને સમસ્યા નિરાકરણ લાવવા આશ્વાશન આપ્યુ હતુ.
થાન શહેરના રસ્તાઓ બિસ્માર હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેમાં શહેરના જકાતનાકાથી વગડીયા ચોકડીથી બાયપાસ ફાટક સુધીના રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી બબ્બે ત્રણ ત્રણ ફૂટના ખાડા પડી ગયા છે.જેની અનેક વખત રજૂઆત થઈ હોવાથી પણ કોઈપણ કામગીરી ન થતી નહોતી.આમ દિવસેને દિવસે નેતાઓની છબી ખરાબ થતી હોવાથી જિલ્લાભાજપ પ્રમુખ સુધી રજુઆત પહોંચી હતી.આથી ટૂંક સમયની અંદર પાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ થાનગઢની મુલાકાતે દોડી આવ્યા હતા.આથે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી થાનગઢ વિવિધ પ્રશ્નો બાબતે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવી હતી હિતેન્દ્રસિંહ ચૌહાણ એ જણાવ્યું કે થાનગઢ હંમેશા ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાની અંદર ગઢ સમાન છે.પ્રજા છેલ્લા 50 વર્ષથી બહુમતી આપે છે. થાનના પ્રશ્ન ટૂંક જ સમયની અંદર નિવારણ નિવારણ લાવવામાં આવશે.રસ્તાનુ ખાડા બુરાણ અને રિપેર થયા પછી સ્થળ નિરિક્ષણ કરી પાણી ના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરાશે.જેની ડેપ્યુટી કલેકટર ગલચર સાહેબ તથા મામલતદાર અને નગરપાલિકા વહીવટદાર અરુણ શર્મા સાથે કરી હતી.તેમની સાથે સ્થાનિક આગેવાન જિલ્લા ભાજપ મંત્રી પ્રતાપભાઇ ખાચર તેમજ યોગ્રજભાઈ ડોડીયા જોડાયા હતા.
()થાનમાં બિસ્માર રસ્તાઓની સમસ્યાઓની રજૂઆતને પગલે જિલ્લાભાજપ પ્રમુખ દોડી આવ્યા હતા.