@ mohsin dal, godhra
ગુુજરાત સરકાર દ્વારા અને યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત સહકાર દ્વારા વિકાસ કાર્યો ઉડીને આંખે વળગે છે. સુંદર અને સરાહનીય છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર વીહોણું આ મંદિરનું નવ નિર્માણ કર્યા બાદ ઇતિહાસમાં પ્રથમ વખત એક વર્ષ પહેલા ધ્વજા ફરકાવીને આ વિસ્તારનો ઉધ્ધાર કર્યા છે ત્યારે ખાટલે મોટી ખોટ હોય તેવી મોબાઇલ કનેક્ટીવીટી સેવા સદંતર નિષ્ફળ છે. પાવાગઢ તળેટી થી માઉન્ટ તરફ પ્રયાણ કરી એ તરત જ મોબાઇલ સેવા બંધ થઈ જાય છે. સર્વ પ્રથમ આ ક્ષતિ દુર કરવી આવશ્યક છે અંદાજીત દસ વર્ષ પહેલા ટેલીફોન વિભાગ દ્વારા એક અદ્યતન ટેલીફોન એક્સચેન્જ ઓફીસ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું
ત્યારે આ યાત્રાધામ હવે ટેલીફોન કનેક્ટીવીટી નો પ્રશ્ન હલ થઇ જશે તેવી આશા અત્રે આવતા ભાવિક ભક્ત સમુદાય તથા સ્થાનિક નગરજનો રાખતા પરંતુ અહીંયા તો ઉલ્ટી પરિસ્થિતિ થઇ વર્ષોથી ટેલીફોન ઓપરેટરની નિમણુંક હતી. તે પણ વય મર્યાદામાં નિવૃત થતાં હાલ ટેલીફોન એક્સચેન્જ ઓફીસ શોભાના ગાંઠીયા સમાન ભાસે છે પાવાગઢ વિસ્તારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ ટેલીફોન મોબાઇલ ટાવર કોઇ સગવડ ઉભી કરવામાં આવેલ નથી. મહાકાલી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ વિસ્તાર બે અધતન ટાવર ઉભા કરી આવતા ભાવિક ભક્ત સમુદાય ને કનેક્ટીવીટી આપવા તૈયાર છે
પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતના નો ઓબજેકશના પત્રની રાહ જોઇને મંદિર ટ્રસ્ટ બેઠું છે. તો અંગે કયારે પંચાયત તરફ થી મંજુરી મળે અને આ વિસ્તારની મહત્વ ની જરૂરીયાત સેવા પુરી પાડી શકાય.? આ વિસ્તાર માં મોબાઇલ કનેક્ટીવીટી નહી મળવાને કારણે દર શનિવાર,રવિવાર તેમજ રજાના દિવસોમાં આવતા અસંખ્ય લોકો પરિવારથી છુટા પડી જાય છે ત્યારે તેઓના પરિવારને મદદ કરી પરિવાર થી ભેગો કરવો સ્થાનિક પોલીસ તંત્ર માટે આ પ્રશ્ન માથાના દુખાવા સમાન બની જાય છે. છતાં તેઓ આવા આશિર્વાદરૂપ કામોમાં સફળતા પ્રાપ્ત કરતાં હોય છે. પાવાગઢમાં મોબાઇલ ટાવર ની સ્થાપના કરી આ વિસ્તારની અગત્ય અને પ્રાથમિક સુવિધા પુરી પાડવા સ્થાનિક પંચાયત અને જિલ્લા વહીવટ તંત્રના સત્તાધીશો આ અંગે રસ દાખવે તેવી પ્રબળ માંગ ઉભી થવા પામી છે.