અરવલ્લી જિલ્લાના કેટલા વિસ્તારોમાં રસ્તાની સમસ્યાને લઈને લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે બાયડ તાલુકામાં રસ્તાના અભાવે સ્મશાન યાત્રાએ જતા ડાકુઓએ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાલ રસ્તાની સમસ્યાને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્ટેટ હાઇવે હોય કે નેશનલ હાઈવે તમામ રસ્તાઓની હાલત બીસ્માર બની છે, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તાના અભાવે સ્થાનિક લોકોમાં એક નારાજગી જોવા મળી રહી છે. બાયડ તાલુકાના ડેમાઈ ગામે સ્મશાને જવાનો માર્ગ કાદવ કીચડવાળો હોવાને કારણે સ્મશાને જવા માટે ડાઘુએએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દલિત સમાજના લોકોને સ્મશાને જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ડેમાઈ ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં તેઓની રસ્તાની સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી.
@rutul prajapati, aravalli