વૃક્ષારોપણ (tree plantation) કાર્યક્રમમાં લીંબડી કેળવણી મંડળનાં સહમંત્રી તથા ગૌણ સેવા પસંદગીનાં પૂર્વ ચેરમેન અને વિઝન—૨૦૨૪ નાં સ્વપ્ન દ્રષ્ટા માનનીય શ્રી પ્રકાશભાઈ સોની સાહેબનાં હસ્તક ઝાલાવાડ પંથક માં દુર્લભ એવું શ્રી કૃષ્ણનું પ્રિય વૃક્ષ કદંબનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું .
આ વૃક્ષારોપણ (tree plantation) કાર્યક્રમમાં લીંબડી શહેરના રાજકીય અગ્રણી અને સામાજિક કાર્યકર્તા શ્રી ચેતનભાઈ શેઠનાં હસ્તક ગુજરાત રાજ્ય નું રાજ્ય વૃક્ષ એવું વડનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
લીંબડી કેળવણી મંડળનાં સહમંત્રી તથા ગૌણ સેવા પસંદગી નાં પૂર્વ ચેરમેન અને વિઝન—૨૦૨૪ નાં સ્વપ્ન દ્રષ્ટા માનનીય શ્રી પ્રકાશભાઈ સોની સાહેબએ લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય બાળોલ (ભાલ) ખાતે મુલાકાત લઈને બાળકો અને શાળા સ્ટાફ પરિવારને શિક્ષણની ગુણવત્તા વિષયક પ્રેરક કાર્યો રીતી—નીતિની વિષયક માહિતી આપી હતી અને વિઝન—૨૦૨૪ અંતર્ગત શાળાની ભૌતિક સુવિધા આયોજન અન્વયે ડિજીટલ એજ્યુકેશન એન્ડ ઇનોવેટિવ સંસાધનોની ફાળવણી બાબતની ઉત્સાહવર્ધક પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને શાળા પરિવારને આનંદનાં સમાચાર આપ્યા હતા.
આજ રોજ લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય બાળોલ (ભાલ) ખાતે લીંબડી કેળવણી મંડળનાં સહમંત્રી શ્રી માનનીય શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ અને લીંબડી શહેરના રાજકીય અગ્રણી અને સામાજિક કાર્યકર્તા ચેતનભાઈ શેઠ દ્વારા શૈક્ષણિક રીતે પ્રેરક શુભેચ્છા મુલાકાત બદલ શાળાનાં આચાર્ય શ્રી જે. જે. મોરી, શાળાના સિનિયર શિક્ષક શ્રી હરેશભાઈ પરમાર, સિનિયર ક્લાર્ક શ્રી નરેન્દ્રભાઈ રામાનંદી તથા શાળા પરિવાર સહર્ષ આભારની લાગણી વ્યક્ત કરે છે.
@sachin pithva, surendranagar
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8