@કાર્તિક વાજા, ઉના
કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ કામ મેળવવાની હોડમાં ડાઉન ટેન્ડર ભરી કામ મેળવે ત્યા કામ સારૂ કરે કે પોતાનું કરે…
ઊના – ઊના ગીરગઢડામાં સરકાર દ્રારા છેવાડાના લોકોને સુવિધા મળી રહે તે માટે અનેક વિકાસના ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે. પરંતુ આ વિસ્તારમાં પાયાના વિકાસના કામોમાં પાયામાંથીજ ભ્રષ્ટાચારનું ચણતર થતુ હોવાનો તાલ જોવા મળી રહ્યો છે. કારણકે સરકાર દ્રારા જે ટેન્ડર બહહાર પાડવામાં આવે છે અને આા કામો કરોડો રૂ.ના હોય છે. પરંતુ કામમ રાખવાની હોડમાં કોન્ટ્રાક્ટર અથવા તો એજન્સી દ્રારા આ ટેન્ડરની રકમ કરતા ડાઉનમાં ટેન્ડર ભરીને કામ રાખતા હોવાથી કામ હલકી ગુણવતાનું થાય છે. કારણકે આવા કામોમાં વાપરવામાં આવતુ મટીરીયલ્સ હલકી ગુણવતાનું વપરાતુ હોય જેથી સ્વાભાવિક કામ પણ હલકી ગુણવતાનું થવાનું આ બાબતે ઉના ધારાસભ્ય કે સી રાઠોડ દ્રારા આ બન્ને તાલુકામાં જ્યાં જ્યાં વિકાસના કામો થતા હોય ત્યા સ્થળ મુલાકાત કરતા આ સમગ્ર કોંભાડ બહાર આવેલ કે સરકારી કામોમાં પૈસા સરકારના હોય છે અને સ્થળ પર કામ નબળી કક્ષાનું થતુ હોય છે.
ત્યારે તાજેતરમાં ગીરગઢડા તાલુકાના કોદીયા ગામે ૭૪ લાખના ચેકડેમનું કામ ૨૪ ટકા ડાઉનમાં રાજવીર એન્ટરપ્રાઇઝે રાખેલ અને આ ચેકડેમના કામમાં લોટ પાણીને લાકડા જેવુ થતુ હોય આ બાબતે જવાબદાર અધિકારીઓને વાકેફ કરી કામ સારૂ કરવાની સુચના આપેલ તેવીજ રીતે ઉના તાલુકાના વાવરડા ગામમાં ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટ જે જીલ્લા કલેક્ટર હસ્તે ફળવાતી હોય જે અનુસંધાને શ્રીનાથ કંન્ટ્રક્શને રૂ.૧૨ લાખના ચેકડેમનું કામ ૧૧ ટકા ડાઉનમાં તેમજ કંસારી ગામના ચેકડેમનું રૂ. ૧૦ લાખનું કામ ૧૦ ટકા ડાઉનમાં રાખેલ અનેઆ બન્ને કામ શરૂ કરતા પાયા માંથીજ ભષ્ચાર થતો હોવાની ફરીયાદ ધારાસભ્યને મળતા ઘટના સ્થળે સિંચાઇ વિભાગના અધિકારી સુનિલ રાઠોડ સાથે પહોચી ગયેલ ચેકડેમનું કામ શરૂ હોય તેનું નિરીક્ષણ કરતા લંબાઇ પહોળાઇ તેમજ ઉંડાઇમાં ફેરફાર જણાતા તાત્કાલીક અધિકારીને પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કામ કરવા સુચના આપેલ તેમજ આ કામમાં વપરાતા મટીરીયલ્સનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. જે પણ હલકી ગુણવતાનું હોય આ હલકી ગુણવતાનું ન વાપરવાનું જણાવેલ અને સારી ગુણવતાનું મટીરીયલ વાપરવાની તાકીદ કરી હતી. વિશેષમાં ધારાસભ્યએ અધિકારીને જણાવેલ કે સરકાર લોકોની સુખાકારી માટે કામ કરાવતી હોય છે. ત્યાં નબળુ કામ કોઇપણ સંજોગે ચલાવવામાં નહી આવે માટે કામની ગુણવતા જળવાઇ રહે તે બાબતમાં કોઇપણ પ્રકાકરની બાંધછોડ કરવાની થતી નથી. અને અધિકારી પણ હાજી હાજી કરવા લાગ્યા હતા.
બોક્ષ્ – સરકારની ગ્રાન્ટમાં મંજુર થયેલા કામમાં ભ્રષ્ટાચાર ચલાવી શકાશે નહી….ધારાસભ્ય કે સી રાઠોડ
આ બાબતે ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડે જણાવેલ હતુ કે સરકાર માંથી જીલ્લા કલેક્ટરની ડીએમએફ ગ્રાન્ટ માંથી મંજુર થયેલ હોય એજન્સીએ રૂ.૧૨ લાખના કામ ૧૧ ટકા ડાઉનથી રાખેલ છે. અને આ કામમાં ડબલ રેતી વાપરવાને બદલે પાયામાંથીજ રેતીમાં પાવડર મિશ્ર કરેલ છે. જેથી આ કામમાં ભ્રષ્ટાચાર થયેલ હોય સરકાર તેમજ લોકોના ટેક્ષના પૈસા હોય અને ઘણા વર્ષો પછી આવા કામો મંજુર થતા હોય ત્યારે લેભાગુ તત્વો આવા કામ કરી ચાલ્યા જતા હોય છે. અને ડાઉનમાં કામ રાખતા માણસ કાયમી વિચારી લે હું છું ત્યા સુધી આ તાલુકામાં કોઇપણ કરોડો રૂપિયાનું કામ હોય કે ૫૦ લાખનું કામ હોય તેમાં કોઇપણ પ્રકારે સરકારની ગ્રાન્ટમાં મંજુર થયેલા કામમાં ભ્રષ્ટાચાર ચલાવી શકાશે નહીં… રીપોર્ટર કાર્તિક વાજા