ઊના શહેરના કોર્ટ વિસ્તારમાં આવેલ જૂના પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પડેલા નાના મોટા વાહનોના થપ્પામાં અચાનક કોઇ કારણોસર આગ લાગતા આગના ધુમાળાના ગોટે ગોટા આકાશમાં ફેલાતા આજુબાજુમાં રહેતા લોકોના નજરે પડતા તાત્કાલીક પોલીસ તેમજ નગર પાલીકા ફાઇરબ્રિગેડને જાણ કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનામાં ૭ જેટલી કાર તેમજ નાના મોટા વાહનો મુદામાલ સહીત બળીને ખાક થઇ ગયા હતા. આ આગ લાગતા તાત્કાલીક ઉના પી આઇ એન કે ગોસ્વામી સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ વધુ આગળ ન પ્રસરે તેથી નગર પાલીકા ફાયર બ્રિગેડની ટીમ દ્રારા વાહનોમા લાગેલી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગને બુજાવી હતી. આગ બુજાતા આજુબાજુ વિસ્તારના લોકો તેમજ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ આગની ઘટનાનું કારણ અકબંધ હોય પરંતુ આગમાં ૭ કાર તેમજ બાક સહીત નાના મોટા વાહનો બળીને ભડથુ થઇ ગયા હતા..
રીપોર્ટર કાર્તિક વાજા ઊના