ઊનાના સિમર બંદરના માછીમારોને માછીમારીના સ્થળે વસવાટ માટે રહેઠાણ હેતુ જમીન ફાળવવા તથા માછીમારી કરવા પરવાનગી આપવા માંગ..
ઊનાના સિમર બંદરના માછીમારો માછીમારી કરી પોતાના પરીવારનુ ભરણપોષણ કરી ગુજરાન ચલાવતતા હોય આ માછીમારોને માછીમારીના સ્થળે વસવાટ માટે રહેઠાણ હેતુ જમીન ફાળવવા તથા માછીમારી કરવા પોતાની બોટો રાખવા પરવાનગી આપવામાં આવે તેવી માંગ સાથે માછીમારો ભાઇઓ બહેનો બહોળી સંખ્યામાં ઉના પ્રાંત કચેરી ખાતે બેસી રામધુન બોલાવી હતી. અને આ બાબતે ગીરસોમનાથ જીલ્લા કલેક્ટરને સંબોધી ઉના ડે.કલેક્ટરને લેખિત રજુઆત કરી માંગ કરેલ હતી. અને જો અહિ વસવાટ કરી રોજગારી મેળવતા તમામ માછીમારો તેમજ માછીમારી સાથે સંકળાયેલા અનેક મજુરોની રોજગારી ઉપર પણ ખુબજ મોટી અસર પડશે અને તમામ લોકો બેરોજગાર બનશે જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
સીમર બંદરમાં વર્ષોથી માછીમારો માછીમારી કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હોય અને વર્ષોથી દરીયા કીનારે આવેલી જમીનમાં રહેણાક માટે ઝુપડા બાંધી વસવાટ કરતા હતા. અગાઉ બંદરે રહેણાકના ઝુપડાઓ સિમર બંદર એટલેકે દિવની હદમા આવેલા હતા. પરંતુ દિવ સરકાર દ્વારા ડિમોલેશન કરી ઝુપડાઓ ત્યાથી હટાવી નાખેલ અને ત્યાર બાદ તમામ માછીમારો ત્યાથી સ્થળાતર થઈ અને ગુજરાત
સરકારની હદમા આવેલ જમીનમા રહેણાક હેતુ ઝુપડાઓ બાંધી રહેવા લાગ્યા હતા. તેમજ ગુજરાત સરકારની હદમાં માછીમારી કરવા લાગેલ પરંતુ હાલ માછીમારો જે જગ્યાએ માછીમારી કરી વસવાટ કરે છે. તે ગુજરાત સરકારની જમીન પણ સરકાર દ્વારા ખડા બંધારા ટેઈલ ચેનલમા આવતી દિવની જમીનના બદલામા તબદીલ કરવાનો હુકમ કરવામા આવેલ છે. જેના લીધે ૭૫ થી ૮૦ માછીમાર પરીવારના ૬૦૦ જેટલા સભ્યોની રોજગારી તથા ભરણપોષણ પર ગંભીર અસર ઉભી થાય તેમ છે. તેમજ તમામ માછીમારોની આજીવિકા પર ખુબજ માઠી અસર પડી જશે તેથી સરકાર દ્વારા જ્યા સુધી સરકાર દ્વારા સિમર બંદર નજીક રોજગારીના સ્થળે રહેણાક હેતુ જમીન ફાળવવામાં ન આવે ત્યાં સુધી હાલ માછીમારોના રહેણાંક સ્થળે રહેવા દેવામાં આવે તેવી તમામ માછીમારો ભાઇઓ બહેનોએ માંગ કરી હતી.
આ ઉપરાંત સિમર બંદર એ વર્ષો જુનુ બંદર છે તથા દેશના આઝાદી સમય થી દાદા, પડદાદા આ જગ્યાએ માછીમારી કરી વસવાટ કરતા હોય તેમજ માછીમારો પણ અહી પેઢી દર પેઢીથી વસવાટ કરી માછીમારીનો ધંધો કરી વસવાટ કરતા તમામ લોકો પાસે માછીમારી સીવાઈ અન્ય કોઈ રોજગારીનુ સાધન નથી અને સરકાર દ્વારા જો હાલની રહેણાક વાળી જમીન દિવ સરકારને તબદીલ કરવામા આવે તો ૭૫ થી ૮૦ માછીમાર પરીવારના ૬૦૦ જેટલા સભ્યો રોજગારી પર ખુબજ મોટા પાયે નુકશાની થશે. તેમજ તમામ માછીમારો બેરોજગાર બની જશે તેથી યોગ્ય કામગીરી કરવામા આવે.
હાલ સરકાર પણ વંચીત સમુદાય તથા ગરીબ લોકોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યુ છે. પરંતુ આ માછીમારોની રોજગાર રૂપી જગ્યા તથા માછીમારીની સામગ્રી હટાવવા કરવામા આવેલ નિણયના લીધે ખુબજ ગંભીર સમસ્યા ઉભી થાય તેમ છે તેથી માછીમારોની તમામ માછીમારોને હાલની જગ્યા ખાલી કરાવી પોતાના રહેણાકના ઝુપડાઓ હટાવવાના નિર્ણય સામે યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માંગ કરી હતી. અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામા નહી આવે તો અહિ વસવાટ કરી રોજગારી મેળવતા તમામ માછીમારો તથા માછીમારી સાથે સંકળાયેલા અનેક મજુરોની રોજગારી ઉપર પણ ખુબજ મોટી અસર પડશે તેમજ તમામ લોકો બેરોજગાર બનશે..
રીપોર્ટર કાર્તિક વાજા ઊના