@ પરેશ પરમાર,અમરેલી
અષાઢી બીજ હિન્દુઓની આસ્થાનું પર્વ, સમગ્ર દેશમાં હિન્દુઓ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે આ પર્વ ની ભવ્ય ઉજવણી કરે છે.. પરંતુ અમરેલી જિલ્લાનુ એક ગામ એવુ છે જ્યા આજના દિવસે હિન્દુઓ એક દરગાહ પર માથુ ટેકવવા ઉમટી પડે છે ત્યારે શું છે દરગાહ નું મહત્વ અને લોકોની આસ્થા જોઈએ ખાસ આ રિપોર્ટ
આજે અષાઢી બીજ, સમગ્ર દેશમાં હિન્દુઓ આજે ભગવાન જગન્નાથજીની આરાધના કરી રહ્યા છે.. પરંતુઅમરેલી જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં આખુ ગામ એક દરગાહ પર માથુ ટેકવવા ઉમટી પડે છે.. આ છે અમરેલી તાલુકાનુ વડેરા ગામ.. આ ગામથી દોઢેક કિલોમીટર દાઉદશા પીર ની દરગાહ આવેલી છે, આમ તો વડેરા ગામમાં મુસ્લિમ સમુદાય ની વસ્તી આંગળીના ટેરવે ગણાય તેટલી જ છે.. પરંતુ આ દાઉદશા પીર ની દરગાહ પર સમગ્ર વડેરા ગામને અતુટ શ્રધ્ધા છે.. અને એટલે જ આજે અષાઢી બીજ ના દિવસે સમગ ગામ ના લોકો અહી દાઉદશા પીર ને શ્રીફળ, સાકર અને લાપસી ચડાવવા આવે છે..
ત્યારે આ ગામના લોકો બહાર વસતા હોઈ ર લોકોમાં પણ એટલી શ્રદ્ધા છે જે જ્યારે આ ગામે આવ્યા હોય ત્યારે અહીં દર્શનનો લહાવો અચૂક લે છે
અહીંની મહિલાઓ…વડેરા ગામની દરગાહ પર આજે હિન્દુઓ એટલા હરખ સાથે ઉમટી પડે છે કે હિન્દુ મહિલાઓ દરગાહ ના પટાંગણમાં ગરબા રમી રહી છે… વડેરા ગામમાં દાઉદશા પીર નો ઈતિહાસ વર્ષો જુનો છે… હિન્દુ ડોડીયા પરિવાર ની એક જાન ને બહારવટિયા થી બચાવવા માટે દાઉદશા પીર શહીદ થયા હતા..