અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દોઢેક માસ અગાઉ એક હાથી દાંત સાથે પકડેલાં આરોપી પ્રકાશ કાકલિયા ઉર્ફે પ્રકાશ જૈન નામના વેપારીની ફરી અટકાયત કરી છે. આ વખતે તમિલનાડું ફોરેસ્ટ વિભાગે નોંધેલી ફરિયાદ કેસમાં આરોપી પ્રકાશ જૈનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રાચીન ચીજ-વસ્તુઓ વેચાણ કરવાની આડમાં ગેરકાયદેસર વન્ય પ્રાણીઓના પણ અમૂલ્ય અંગોની તસ્કરી કરેલા ચીજ વસ્તુઓનું પણ વેચાણ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલો આરોપી પ્રકાશ કાકલિયા ઉર્ફે પ્રકાશ જૈન મૂળ બોડકદેવ વિસ્તાર નો રહેવાસી છે. જે અગાઉ તમિલનાડુમાં વ્યવસાય કરતો અને હાલ અમદાવાદમાં વેપારી તરીકે એન્ટિક વસ્તુઓ વેચવાનો વેપાર કરતો હતો.
આરોપીને તમિલનાડુના ફોરેસ્ટ વિભાગને સોંપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ અગાઉ રૂપિયા 35 લાખની કિંમતના હાથી દાંત સાથે ધરપકડ કરી વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પરંતુ તમિલનાડુની તિરૂચીરાપલ્લી રેન્જના ફોરેસ્ટ વિભાગે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, તમિલનાડુમાં વર્ષ 2023માં એપ્રિલ માસમાં તેના વિરુદ્ધ હાથીદાથ, વાઘનું ચામડું, હરણના શિંગડા અને શિયાળની પૂંછ તસ્કરી કરેલા મુદ્દામાલને વેચાણ કરવાનો આરોપ લાગ્યો હતો. જેની કરોડો રૂપિયા અંદાજિત કિંમત વસુલી હોય તેઓ સામે આવ્યું હતું. આરોપીની અટકાયત કરી તમિલનાડુના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.
કુખ્યાત ચંદન ચોર વિરપ્પનના ગામમાં પણ જતો હતો
આરોપી પ્રકાશ જૈન ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો લગભગ છેલ્લા એક દસકાથી તે વન્ય પ્રાણીઓના અંગ અવશેષોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો એટલું જ નહીં પ્રકાશ અગાઉ તમિલનાડુમાં વિસ્તારમાં રહેતો હતો તે દરમિયાન જ આ વન્ય પ્રાણીઓના અવશેષોનું વેચાણ કરવાનું શીખ્યો હતો. કુખ્યાત ચંદન ચોર વિરપ્પનના ગામમાં કોલતુર ખાતે પણ પ્રકાશ અવારનવાર જતો હતો. આરોપી વિરપ્પનની પત્નીને પણ ઓળખતો હતો.આરોપી પ્રકાશને જ્યારે પણ હાથીદાંતની કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓની જરૂરિયાત ઊભી થાય ત્યારે તમિલનાડુમાં સંપર્ક કરી મંગાવતો.