કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાતી મેચ Yuzvendra Chahal માટે ખાસ બની શકે છે. IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે Yuzvendra Chahal ડ્વેન બ્રાવો સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. યુઝવેન્દ્ર ચહલના નામે હાલમાં 142 મેચમાં 21.60ની એવરેજથી 183 વિકેટ છે. ડ્વેન બ્રાવોના નામે પણ 161 મેચમાં 183 વિકેટ છે. હવે ચહલ 1 વિકેટ મેળવીને આ યાદીમાં પ્રથમ નંબર પર આવી જશે.
આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોના નામ પર નજર કરીએ તો Yuzvendra Chahal સિવાય પીયૂષ ચાવલા, અમિત મિશ્રા અને રવિચંદ્રન અશ્વિનના નામ બીજા નંબર પર સામેલ છે. Yuzvendra Chahalનું આ આઈપીએલ સીઝન પણ અત્યાર સુધી શાનદાર ફોર્મ જોવા મળી રહ્યું છે. ચહલે 11 મેચમાં 19.41ની એવરેજથી 17 વિકેટ લીધી છે. આ દરમિયાન ચહલે(Yuzvendra Chahal) એક મેચમાં બે વખત 4 વિકેટ લેવાનું કારનામું પણ કર્યું છે.
આ મેચમાં રાજસ્થાન ટીમનો કેપ્ટન સંજુ સેમસન (sanju samson) તેની 150મી આઈપીએલ મેચ રમશે. જો સેમસન આ મેચમાં 75 રન બનાવશે તો તે તેના 6000 ટી20 રન પૂરા કરશે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ખેલાડી આન્દ્રે રસેલ ટી-20 ક્રિકેટમાં પોતાની 400 વિકેટ પૂરી કરવાથી માત્ર 3 વિકેટ દૂર છે.
જો આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો શરૂઆતના હાફમાં તે ખૂબ જ પ્રભાવશાળી હતું. છેલ્લી 3 મેચમાં રાજસ્થાનને સતત 3 હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રાજસ્થાન 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. ટીમ માટે પ્લેઓફની રેસમાં રહેવા માટે બાકીની તમામ મેચો જીતવી ખૂબ જ જરૂરી છે.