ઝાલોદ (zalod) નગરમા વરસાદ આગમન (monsoon) પછી હજીય સુધી દવાનો છંટકાવ કરવામા આવ્યો ન હોવાથી નગરમા રોગજન્ય મચ્છરોનો (Disease-carrying mosquitoes) તેમજ માખીઓનો ઉપદ્રવ વધ્યો છે,
ચોમાસા દરમિયાન વાયરલ કેસો તેમજ મલેરિયા,ડેન્ગ્યુ જેવા કેસો મા સતત વધારો જોવા મળી આવતો હોવાથી નગરના લોકોને મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગનો ભય સતાવી રહ્યો છે,
નગરમા ખડબડ રસ્તાઓ હોવાથી વરસાદી ગંદુ પાણી જમા થતુ હોય સાથે જ કિચડ,કાદવ અને ગટરોનુ દુષિત ગંદા પાણી રોડ પર ઉભરાઈ જવાના લીધે અતિશય ગંદકી રોડ, રસ્તાઓ પર થતી હોવાના કારણે રોગજન્ય મચ્છરોનો વધારો જોવા મળી આવે છે,
ઝાલોદ નગરમા (zalod) અગાઉથી જ સાવચેતીના
ભાગરુપે ન.પાલિકા તંત્ર તરફથી વિવિધ વિસ્તારોમા દવાનો છંટકાવ કરવા આવે તો
મલેરિયા,ડેન્ગ્યુના મચ્છરો તેમજ અન્ય રોગજન્ય મચ્છરોનો ફેલાવો થાય તે પેહલા જ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમા મચ્છરજન્ય દવાનો છંટકાવ કરવાની વ્યવસ્થા કરવામા આવે તેવી નગરજનોની માંગ છે,
હાલ વરસાદી માહોલના કારણે તેમજ ખાસ કરીને લોકોના આરોગ્યને ધ્યાને રાખી નગરપાલિકાતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોગજન્ય દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામા આવે ,તેવી માંગ છે..
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8