@SOHIL DHADA, ZALOD
*જળ જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આદિવાસી દિવસની ઉજવણી કરવામા આવે છે ૧૯૯૪ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૯ ઓગષ્ટને “આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ” જાહેર કર્યો હતો.
દેશની આઝાદીની લડાઈમાં દેશના અનેક રાજ્યોના આદિવાસીઓએ શહીદી વ્હોરી બલિદાન આપ્યા છે. જેમાંના બિરસા મુંડા, તાત્યા ભીલે પણ પોતાનું આગવું યોગદાન આપ્યું હોવાથી જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આદિવાસી દિવસનું અનોખું મહત્વ છે. આ આદિવાસી સમાજનો આઝાદી જંગમાં ભવ્ય ઈતિહાસ રહ્યો છે. વિશ્વના અનેક રાષ્ટ્રોમાં સાંસ્કૃતિક ધરોહરની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આદિવાસીઓની ઓળખ અને ઇતિહાસ ગૌરવપૂર્ણ છે. પ્રકૃતિના ખોળે વસતો આ સમુદાય પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી પરિશ્રમી પ્રજા તરીકે ઓળખાય છે.
આમ ઝાલોદ નગરમા આદિવાસી સમાજે આદિવાસી પોશાક ધારણ કરી વિવિધ વિસ્તારોમાથી રેલી કાઢી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો